આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદમાં લોકો પાસે ઓનલાઇનની સુવિધાનો અભાવ છે. જેના કારણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ સમયસર ઓનલાઇન પ્રવેશફોર્મ ભરી શક્યા નથી. ત્યારે દાહોદમાં આશરે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા તેમનું ભાવિ ધૂંધળું બન્યું છે. દાહોદ કોલેજમાં વિદ્યાર્થીઓ વિદ્યાશાખાઓમાં પ્રવેશ મેળવવા માટે આટાંફેરા કરી રહ્યાં છે. રોજિંદા કોલેજમાં પ્રવેશ માટે ધરમધક્કા ખાવા છતાં પણ કોલેજમાં પ્રવેશ નહીં મળતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા તેમજ આદિવાસી પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દાહોદમાં કોલેજમાં 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત - district collector
દાહોદ: જિલ્લામાં બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ પણ વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ ન મળતા તેમના ભાવિ પર પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે વિદ્યાર્થીઓએ કોલેજમાં પ્રવેશ અપાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સાથે જ જો સમયમર્યાદામાં કોલેજમાં પ્રવેશ મળશે નહીં તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવશે.
દાહોદ કોલેજમાં 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત, વિદ્યાર્થીઓના ધરમના ધક્કા
વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કોલેજોમાં પ્રવેશ અપાવવા ઘટતું કરવા વિનંતી કરવામાં આવી છે. જો સમયમર્યાદામાં વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ નહી મળે તો વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશેની ચીમકી પણ ઉચ્ચારી છે. ગ્રામ્યપંથકના યુવકો કોલેજમાં પ્રવેશથી વંચીત રહ્યાં હોવાના કારણે તેમના ભવિષ્યની ચિંતા કરી દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન કનૈયાલાલ કિશોરીએ પણ યુનિવર્સિટીને પત્ર લખી ઘટતું કરવા જણાવ્યું હતું.