દાહોદ શહેરના M.G રોડ વિસ્તારમાં આવેલ માધવ આંગડિયા પેઢી પર બપોરના 2.40 કલાકે ગ્રાહકના સ્વાંગમાં 2 લૂંટારૂઓએ પ્રવેશ કર્યો હતો. લૂંટારૂ વસના માવીએ તેના સાગરિત સાથે પરસ્પર વાત કર્યા બાદ થેલો કાઉન્ટર પર મૂકી રિવોલ્વર આંગડીયા પેઢીના મેનેજરને તાકી હતી. જ્યારે તેના સાગરીત લૂંટારૂઓએ હાથમાં ચપ્પુ રાખી ડરાવવાનો પ્રયાસ કરી કાઉન્ટર પર ચડ્યો હતો.
ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરનારનો મેનેજરે કર્યો બહાદુરી પુર્વક સામનો - બહાદુર
દાહોદ: શહેરમાં આવેલા M.G રોડ પર આવેલ માધવ આંગડિયા પેઢીમાં 2 લૂંટારોઓ પિસ્તોલની અણીએ લૂંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. લૂંટનો પ્રયાસ નિષ્ફળ જતા બંદૂક સાથે ભાગેલા લૂંટારૂને સ્થાનિકોએ ઝડપી પાડયો હતો. જો કે અન્ય એક લૂંટારૂને પોલીસે ઝડપી બન્નેને જેલ ભેગા કર્યા છે. જ્યારે ત્રીજો સાગરીત ફરાર થવામાં સફળ રહ્યો છે. ધોળા દિવસે લૂંટના પ્રયાસને પગલે નગરમાં ભયનો માહોલ સર્જાયો છે.
એવામાં આંગડિયા પેઢીના મેનેજર તેમનો પ્રતિકાર સાથે મુકાબલો કરતા લૂંટારો ગભરાઇને ભાગ્યા હતા. આંગડિયા પેઢીમાં રહેલા કર્મચારી બહાર નિકળીને બૂમાબૂમ કરતા એક લૂંટારૂ સ્થળ પર લોકોના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો. જ્યારે બીજો ભાગી છુટવામાં સફળ થયો હતો. તો રેકી કરનાર ત્રીજો સાગરીત પણ ભાગી છૂટ્યો હતો. ત્યારે લોકોએ લૂંટારૂઓને મેથીપાક આપીને પોલીસને સોંપ્યો હતો. જ્યારે અન્ય ફરાર થયેલ સાગરીતને પોલીસ વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં અટકાયત કરી જેલ ભેગો કર્યા છે.
પેઢી નીચે રેકી કરનાર કરનાર ત્રીજો સાગરીત ફરાર થઈ ગયો છે. ઉપરોક્ત ઘટનાને કારણે દાહોદ નગરમાં ભયનો માહોલ છવાયો છે. તો આ મામલે પોલીસ વિભાગ દ્વારા આંગડીયા પેઢીના મેનેજરની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.