મધ્યપ્રદેશ તરફથી ગૌવંશ ભરેલી ટ્રક ગરબાડા ચોકડી પર થઇ કતલ માટે ગોધરા તરફ જવાની છે જે બાતમીને આધારે જિલ્લા ગૌ રક્ષક દળના સદસ્યો અને પોલીસ ગરબાડા ચોકડી પર વોચ ગોઠવી ને સવારે બેઠી હતી. વહેલી સવારે બાતમી મુજબની ટ્રક ગરબાડા ચોકડી પરથી પસાર થતાં જ ગૌરક્ષકોએ અને પોલીસે ટ્રક ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે તે ટ્રકને દોડાવી મુકી હતી જેથી ગૌરક્ષકોએ પોતાની ગાડી દ્વારા ટ્રકનો પીછો કરતા ટ્રક ચાલકે ગૌરક્ષકો અને ગાડીને ટક્કર મારી નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
કતલખાને લઈ જવાતી 22 ગાયને જિલ્લા ગૌરક્ષકો અને પોલીસે કરી અટકાયત - dahoad
દાહોદઃ શહેરની ગરબાડા ચોકડીથી ગેરકાયદેસર ગૌવંશ ભરીને પસાર થઈ રહેલી ટ્રકને ગૌરક્ષકો અને પોલીસે બાતમીના આધારે પીછો કરીને ઝડપી પાડી હતી. તો ટ્રકનો પીછો કરી રહેલા ગૌરક્ષક અને ગાડીને ચાલકે ટક્કર મારી નુકસાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગૌરક્ષકો અને પોલીસે 22 ગાયો ભરેલ ટ્રકને તેમજ અંદર બેઠેલા બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ે્િ્ુ
પરંતુ પોલીસ અને ગૌરક્ષકોની મહેનતના કારણે દાહોદ કસ્બા નજીક ઘાસચારાની સુવિધા વિના કુરતાપૂર્વક બાંધેલી 22 ગાય ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી.તો ટ્રકમાં બેઠેલ ચાલક સહિત અન્ય એક ઇસમને પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલ ભાવેશ ગાયોને છોડાવી સુરભી ગૌ શાળામાં મુકવામાં આવી છે.