દાહોદઃ અમદાવાદ અને ભાવનગરથી ટ્રાવેલ કરીને દાહોદ આવેલા કોરોના સંક્રમિતના બે દર્દીઓનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેઓ ઝાયડસ કોરોના હોસ્પિટલમાં સારવાર બાદ સ્વસ્થ થયા હતા. તેમને દાહોદની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી હવે જિલ્લામાં 4 એક્ટિવ કેસો પૈકી બે સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં બે જ કેસ એક્ટિવ છે.
એક સર્ગભા મહિલાનો રિપોર્ટ પણ કોરોના નેગેટીવ આવ્યો હતો. તેમને પણ રજા આપી દાહોદના રણીયાતી ખાતેના સરકારી અર્બન હેલ્થ સેન્ટર ખાતે સર્ગભાવસ્થાની વધુ સારસંભાર માટે ખસેડવામાં આવ્યા છે. આમ દાહોદ જિલ્લામાં કોરોના નોધાએલા 44 કેસો પૈકી હવે માત્ર 2 કેસ જ સક્રિય રહ્યા છે.
અમદાવાદથી પરત ફરેલા ફતેપુરા તાલુકાના 57 વર્ષીય આદમભાઇ ધીરાભાઇ કલાસવાનો 7 જૂનના રોજ કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો. ત્યાર બાદ તેમને દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી હતી. તેઓ કોરોના મુક્ત થતા તેમને કોવિડ કેર સેન્ટર ખાતેથી રજા આપવામાં આવી છે.
આ પ્રસંગે ઉપસ્થિત તબીબો અને હોસ્પિટલ સ્ટાફે તેમને તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા. આ ઉપરાંત ભાવનગરથી પરત આવેલા દાહોદના 35 વર્ષીય હાર્દીકાબેન મોહનીશભાઇ મન્સુરીને 3 જૂનના રોજ કોરોના પોઝિટિવનો રિર્પોર્ટ આવ્યો હતો.
દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર બાદ તેઓ સાજા થઇ જતાં તેઓ સર્ગભા હતા. જેથી દાહોદના રળીયાતી ખાતેના સરકારી અર્બન હેલ્થ સેન્ટર ખાતે સર્ગભાવસ્થાની વધુ સારસંભાર માટે ખસેડવામાં આવ્યા છે.