દાહોદ: દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાઈરસના વધુ 2 દર્દીઓએ કોરોના મહામારીને પરાજય આપ્યો હતો. છેલ્લા દસ દિવસથી સારવાર હેઠળ રહેલા બન્ને દર્દીઓને હોસ્પિટલમાંથી રજામાં આપવામાં આવી હતી. હવે દાહોદ જિલ્લામાં કુલ 6 એક્ટિવ કેસ છે. જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 2 દર્દીઓએ કોરોનાને માત આપતા હોસ્પિટલમાંથી રજા અપાઈ - ઓલ ગુજરાત ન્યૂઝ
દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાઈરસના વધુ 2 દર્દીઓએ કોરોના મહામારીને પરાજય આપ્યો હતો. છેલ્લા દસ દિવસથી સારવાર હેઠળ રહેલા બન્ને દર્દીઓને હોસ્પિટલમાંથી રજામાં આપવામાં આવી હતી. હવે દાહોદ જિલ્લામાં કુલ 6 એક્ટિવ કેસ છે. જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના સંક્રમણમાં આવેલા દાહોદના 28 વર્ષના પ્રિત દેસાઇ અને અલીઅસગર ગરબાડાવાલાને કોરોના વાઈરસ લાગું પડતા અહીંની ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બન્ને કેસ એસ્પ્ટોમેટિક હતા. સિવિલ હોસ્પિટલના તબીબ ડો.મોહિત દેસાઇ અને તેમની ટીમે આ બન્ને દર્દીઓને સતત નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા. 10 દિવસ બાદ આ બન્ને દર્દીઓએ કોરોના વાઈરસને હરાવી દેતા સરકારની નવી પોલીસી મુજબ રજા આપવામાં હતી. આજે બન્ને દર્દીઓ રજા આપવામાં આવી ત્યારે હોસ્પિટલ કર્મચારીઓએ તાળીઓના ગડગડાટથી તેમને વિદાય આપી હતી.