ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં યોજાયેલાં સેવાસેતુ કાર્યક્રમમાં 18 હજાર અરજીનો સકારાત્મક નિકાલ કરાયો - દાહોદ ન્યૂઝ

ન્યૂઝ ડેસ્કઃ દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલો સેવાસેતુ કાર્યક્રમ પાંચ તબક્કામાં યોજાયો હતો. જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં મળીને 18 હજારથી વધુ અરજીઓનો નિકાલ કરાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમનો સૌથી વધુ ખેડૂતોએ લાભ લીધો હતો.

અરજીનો સકારાત્મક નિકાલ કરાયો

By

Published : Oct 24, 2019, 5:19 AM IST

દાહોદ જિલ્લામાં યોજવામાં આવેલાં સેવાસેતુ કાર્યક્રમમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કુલ મળીને 18702 અરજીઓને નિકાલ કરાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાંથી 17924 અરજીઓ મળી હતી. જે પૈકી 17920 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આ અરજીઓમાંથી માત્ર 46 અરજીઓનો નકારાત્મક નિકાલ કરાયો હતો.

અરજીનો સકારાત્મક નિકાલ કરાયો

જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમમાં મળતી અરજીઓમાંથી 99.72 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તારમાં દેવગઢ બારિયા ખાતે 782 અરજીઓ મળી હતી. જે તમામ અરજીઓનો સકારત્મક નિકાલ કરાયો હતો.

ગ્રામીણ વિસ્તારોમાં સેવા પ્રમાણે અરજીઓ જોઈએ તો, મિલકત ઉતારાની 2189. જન્મ મરણના પ્રમાણપત્રની 1308,જાતિ પ્રમાણપત્રની 63.વૃદ્ધ પેન્શનની 199 અને આધારકાર્ડની 30 આવી અનેક અરજીઓનો સરાકાત્મક નિકાલ કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details