દાહોદ : કોરોના મહામારીએ દાહોદ જિલ્લા પંથકમાં હાહાકાર મચાવી દીધો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં રોજિંદા સરેરાશ 20 થી 35 જેટલા કેસો નોંધાઈ રહ્યા છે. જ્યારે વધુ 15 કેસો દાહોદ શહેરના અને 03 કેસો ગ્રામ્યપંથકના હોવાનું બહાર આવ્યું છે.
દાહોદમાં કોરોનાના વધુ 18 કેસ નોંધાયા, કુલ આંકડો 308 પર પહોંચ્યો
દાહોદ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના કેસમાં વધારો થતો જાય છે. ત્યારે જિલ્લામાં વધુ નોંધાયેલા 18 કેસો પૈકી 15 કેસો દાહોદ શહેરના હોવાનું બહાર આવ્યું છે. ત્યાર 18 મળી દાહોદ જિલ્લામાં હવે કોરોનાનો કુલ આંકડો 548 નોંધાવા સાથે એક્ટીવ કેસોની સંખ્યા 308 પર પહોંચી છે.
કોરોનાના પોઝિટિવ કેસોમાં અજીજભાઈ અસગરભાઈ મીલ્લામીઠા , સોહીની સુભાષચંદ્ર શેઠ, અભિષેક સંજયભાઈ સોની , મુનીરાબેન જૈનબભાઈ કંજેટાવાલા, સાધનાબેન વિપુલકુમાર શાહ, વિપુલકુમાર કેશવલાલ શાહ , સુગરાબેન મોઈજભાઈ ઉજ્જૈનવાલા, ભરતકુમાર રણછોડલાલ પંચાલ, સાબેરાબેન જૈનુદ્દીનભાઈ પેથાપુરવાલા, દિલીપભાઈ જમનાભાઈ દેસાઈ , રાયસા નજીમભાઈ મોગલ , તૃષારકુમાર પ્રફુલ્લભાઈ ચૌહાણ, ઉર્જા આકાશભાઈ સોની, મહોમંદ કાઈદજાેહર નગદી, કુતબુદ્દીન સાદીક ભગત , નફીસા હુસૈની ભગત, સુરેશચંદ્ર ગીરધારીલાલ અગ્રવાલ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
જેમાં ખાસ કરીને દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતા દાહોદ નગરપાલિકા દ્વારા હાલ દાહોદ શહેરમાં ઠેર -ઠેર સોસયટીઓ, ગલી મહોલ્લામાં સેનેટાઈઝિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.