ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ જિલ્લામાં માસ્ક ન પહેરવા બદલ 1542 વ્યક્તિને 3 લાખનો દંડ - દાહોદ પોલીસ

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા માસ્ક પહેર્યા વગર બહાર ફરવા નીકળેલા 1542 જેટલા બેજવાબદાર નાગરિકોને રૂ. 308400 નો દંડ ફટકારવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આ ઝુંબેશ હજી પણ ચાલુ રહેશે, તેમ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું છે.

Dahod
દાહોદ

By

Published : Jul 3, 2020, 7:24 AM IST

દાહોદ : લોકડાઉનમાં અનલોક-1 અને અનલોક –2 થકી આપવામાં આવેલી વ્યાપક છૂટછાટો સાથે નાગરિકોની પણ હવે જવાબદારી બને છે કે કોરોનાના સંક્રમણને રોકવા માટે પોતે ખૂબ જ સાવચેતીના પગલાં લે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝરના ઉપયોગના સિદ્ધાંતનું ચુસ્તપણે પાલન કરે તે આવશ્યક છે. આ બાબતનો દાહોદ જિલ્લામાં સઘન રીતે અમલ થાય તે માટે પોલીસ દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ અંગે SP હિતેશ જોયસરે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં માસ્ક વગર જાહેર સ્થળો, ફરજના સ્થળો, પરિવહન સમયે ફરતા કુલ 1542 નાગરિકોને રૂ. 308400 નો દંડ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ દંડ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. દાહોદ ટાઉનમાં 177 અને રૂરલમાં 78 વ્યક્તિને માસ્ક ન પહેરવા બદલ દંડિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રીતે દેવગઢ બારીયામાં 160, રણધીકપુરમાં 115, ગરબાડામાં 190 વ્યક્તિને દંડ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, પોલીસના ધ્યાનમાં આવ્યું છે કે, દાહોદ જિલ્લામાં પાનના ગલ્લા અને ચાની દુકાનો પર સામાજિક અંતરના નિયમોનું પાલન થતું નથી. આવા વેપારીઓને વિનંતી કરવામાં આવે છે કે, નિયમોના પાલન સાથે પોતાના વેપાર ધંધા કરે અન્યથા સામાજિક અંતરના નિયમોનું પાલન ન કરવા બદલ આવા વેપારીઓ સામે પગલાં લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details