દાહોદઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે જિલ્લામાં પણ કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. બુધવારે વધુ 15 કેસ નોંધાતા કોરોનાના કુલ કેસની સંખ્યા 1189 થઇ છે. સાથે બુધવારે વધુ 11 લોકો સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લામાં વધુ 15 કોરોનાના કેસ સાથે કુલ 1189 કેસ નોંધાયા - Corona virus
દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 15 પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. જિલ્લામાં બુધવારે વધુ 15 કેસ નોંધાતા કોરોનાના કુલ કેસની સંખ્યા 1189 થઇ છે. સાથે બુધવારે વધુ 11 લોકો સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લામાં વધુ 15 કોરોનાના કેસ સાથે કુલ 1189 કેસ નોંધાયા
જિલ્લામાં હાલ 115 એક્ટિવ કેસ છે. તેમજ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 59 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નવા કેસ જે વિસ્તારમાં નોંધાયા છે, ત્યા આરોગ્ય તંત્ર દ્વારા સેનેટાઇઝીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 90 હજાર વટાવી દીધો છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 99,050 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે.