દાહોદઃ જિલ્લાના દેવગઢ બારિયા મુકામે આવેલી સબજેલમાંથી મધ રાત્રિના સમય દરમિયાન 13 કેદીઓ જેલની દીવાલ કૂદીને ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ પોલીસ એજન્સીઓ એ દેવગઢ બારિયામાં ધામા નાખ્યા છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મુકામે આવેલી સબજેલમાં રહેલા કાચા કામના કેદીઓ પૈકી 13 કેદીઓ મધ રાત્રિના સમયે તકનો લાભ લઈ જેલની બેરેકમાંથી બહાર નીકળ્યા હતા અને સબ જેલ ફરતે આવેલી દિવાલ કૂદીને અંધારામાં પલાયન થઈ ગયા હતા.
દાહોદની સબજેલમાંથી 13 કેદી ફરાર - latest news of dahof subjail
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મુકામે આવેલી સબજેલમાંથી મધ રાત્રિના સમય દરમિયાન 13 કેદીઓ જેલની દીવાલ કૂદીને ફરાર થઈ જતાં પોલીસતંત્ર દોડતું થયુ છે. તો બીજી તરફ લોકો પોલીસ કામગીરી પર સાવલ ઉઠાવી રહ્યાં છે.
sub-jail
દેવગઢબારિયા સબ જેલમાંથી કેદીઓ ફરાર થયા જિલ્લાના અધિકારીઓ ને થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ અને વિવિધ પોલીસ એજન્સીઓ તાત્કાલિક દેવગઢબારિયા મુકામે પહોંચી અને આરોપીઓના લોકેશન શોધવાની તજવીજ હાથ ધરી છે.