દાહોદ: જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં રહેતા લોકો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 40 દિવસની જમાતમાં હાજરી આપી વતન પરત આવતા તંત્ર દ્વારા તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. બારીયા નગરમાં આવેલ આ લોકોને મોડેલ સ્કૂલ મુકામે સરકારી ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં રહેતા 9 જમાતી લોકડાઉન પહેલા મહારાષ્ટ્ર સોલાપુર મુકામે આવેલ મઢા તાલુકાના જૈમીન મુકામે ગયા હતા, જ્યારે ત્રણ લોકો મધ્ય પ્રદેશ રાજ્યના રતલામ મુકામે જમાતમાં ગયા હતા.
મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં જમાતમાં ગયેલા 13 લોકો પરત દેવગઢ-બારિયા આવતા ક્વોરેન્ટાઈન કરાયા
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જમાતમાં ગયેલા 13 લોકો પરત દેવગઢબારિયા મુકામે આવતા તંત્રએ તેમને સરકારી કવોરેંન્ટાઈન કર્યા હતાં.
આ જમાત સમયકાળ દરમ્યાન સરકાર દ્વારા લોક ડાઉન ઘોષિત કરવામાં આવતાં તમામ લોકો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં રોકાઈ જવાનો વારો આવ્યો હતો, તેમજ બંને સ્થળો પર તેઓને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારોએ અટવાયેલા યાત્રીઓ અને શ્રમજીવીઓને વતન જવા માટે મંજૂરી સાથે છૂટછાટ આપવામાં આવી હતી. જેથી પરસ્પર રાજ્ય સરકારો વચ્ચેની નોંધણી અને પરિવહન વ્યવસ્થાને આધારે જમાતિઓ સોલાપુર મહારાષ્ટ્રથી રવિવારે સાંજના અરસામાં આવ્યા હતા અને રતલામ ખાતેથી સોમાવરે સાંજના અરસામાં આવ્યા હતાં. આ માહિતી આધારે વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા દે.બારિયાના કુલ 13 જમાતીઓને મોડેલ સ્કૂલ ખાતે કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતાં.