દાહોદઃ દાહોદ જિલ્લામાં કોરોના વાઈરસમાં સંક્રમણના મામલે વિસ્ફોટ સર્જ્યો છે. તંત્ર દ્વારા મોકલાયેલા 165 સેમ્પલમાંથી 152 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જ્યારે દાહોદ શહેરના 12 અને દેવગઢ બારીયાના 1 મળી કુલ 13 લોકો કોરોના પોઝિટિવ આવતા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ, આજે વધુ 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
દાહોદ જિલ્લામાં કોરોના વાઈરસમાં સંક્રમણના મામલે વિસ્ફોટ સર્જ્યો છે. તંત્ર દ્વારા મોકલાયેલા 165 સેમ્પલમાંથી 152 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જ્યારે દાહોદ શહેરના 12 અને દેવગઢ બારીયાના 1 મળી કુલ 13 લોકો કોરોના પોઝિટિવ આવતા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
કોરોના વાઈરસને ડામવા માટે જિલ્લા અને આરોગ્ય તંત્ર દ્વારા સઘન પ્રયાસો છતાં પણ લોકલ કમ્યુનિટી ટ્રાન્સમિશન વધવાના કારણે દાહોદ શહેર સહિત જિલ્લામાં રોજિંદા કોરોના વાઈરસના પોઝિટિવ કેસો વિસ્ફોટ સર્જી રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પરીક્ષણ માટે 165 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જે સેમ્પલની લેબોરેટરીમાં ચકાસણી બાદ વિભાગ દ્વારા મોકલેલા રિપોર્ટમાં 158 સેમ્પલો કોરોના નેગેટિવ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે દાહોદ શહેરના નાના ડગરવાડ, સ્ટેશન રોડ, ડગરવાડ, મુલ્લાવાડ, ઘાંચીવાડ, ગોદીરોડ, મોટા ઘાંચીવાડ વિસ્તારના અને દેવગઢ બારીયાનો 1 કેસ મળી કુલ 13 લોકોને કોરોના પોઝિટિવ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લામાં અત્યાર સુધી 111 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જે પૈકી 48 દર્દીઓ સ્વસ્થ થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. જ્યારે દાહોદ જિલ્લામાં અત્યાર સુધી 53 એક્ટિવ કેસો સારવાર મેળવી રહ્યાં છે. આજે વધુ 13 કેસો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા તંત્ર દ્વારા સેનિટાઇઝરની સઘન કામગીરી કરવાનું શરૂ કર્યું છે. તેમજ યોગ્ય આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.