દાહોદઃ જિલ્લામાં કોરોનાનો કાળો કેર આજે પણ યથાવત છે. ગુરૂવારના રોજ નગરપાલિકા ઉપ પ્રમુખ સહિત વધુ 12 રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા કુલ આંકડો 1531ને પાર થયો છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા 134 પર પહોંચી છે. જ્યારે બીજી તરફ નગરપાલિકા પ્રમુખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમજ દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર પણ છેલ્લા એકાદ અઠવાડિયાથી અસ્વસ્થ હોવાથી હોમ કવોરેન્ટાઇન થયાં હોવાની માહિતીઓ આવતા પાલિકામાં ફફડાટ ફેલાયો છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા બે મહિના ઉપરાંતના સમયથી કોરોનાના કેસનો સિલસિલો આજે પણ અકબંધ છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા 250 RTPCR પૈકી 7 અને રેપિટ ટેસ્ટના 1233 પૈકી 5 મળી કુલ 12 કોરોના પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થયો છે. જેમાં પાર્વતી રામભાઈ ચોૈહાણ, બતુલ કાલીમભાઈ ગાંગરડીવાલા, પ્રશાંતભાઈ ચંદ્રકાંત દેસાઈ, રાઠોડ વિક્રમસિંહ યશવંતસિંહ, ગોસ્વામી દીપક એમ, ચૌહાણ ધર્મેન્દ્ર એમ, સોલંકી જીગર જે, ભાટરીયા હર્ષ રાજેન્દ્ર, રાઠોડ સંગીતા સુરેશભાઈ, ડામોર વિજયભાઈ મોહનભાઈ, બધુબેન, થીલાવાલા સકીનાબેન સાબીરભાઈ દર્દીઓનો સમાવેશ થાય છે.
દાહોદ પાલિકા ઉપપ્રમુખ સહિત 12 લોકો કોરોના પોઝિટિવ, કુલ આંકડો 1500 ને પાર - Dahod Municipality
દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ સહિત 12 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. તે સહિત જિલ્લામાં કોરોનાના કુલ આંકડો 1531 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા 100ને પર થઇ છે. બીજી તરફ નગરપાલિકા પ્રમુખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી પાલિકામાં ફફડાટ ફેલાયો હતો.
દાહોદ પાલિકા ઉપપ્રમુખ સહિત 12 લોકો કોરોના પોઝિટિવ, કુલ આંકડો 1500 ને પાર
જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા ગુરૂવારના રોજ જાહેર થયેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરાઇ છે. તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં સેનેટાઈઝ સહિતની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.
કોરોનાએ હવે પાલિકા તરફ પગ પેસારો કર્યો હોય તેવુ જણાઇ રહ્યું છે. આ સાથે આજે 19 લોકોએ કોરોનાને માત આપતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી અને અત્યાર સુધીમાં કોરોનાથી 69 લોકો મૃત્યુ થયા છે.