દાહોદ: ઇન્દોરથી મૃતદેહ લઇ દાહોદમાં દફનવિધિ માટે આવેલા કુંજડા પરિવારની એક બાળકીને સૌપ્રથમ કોરોના રીપોર્ટ આવ્યા બાદ આ ચોથો કેસ તેના સંપર્કમાં આવેલા તેમના 25 વર્ષીય મામાને પણ કોરોના સંક્રમિત થયાં છે. બાળકીના પરિવારજનોને સરકારી કવોરોન્ટાઇનમાં રાખ્યા બાદ 13માં દિવસે પરિવારજનોના રીપોર્ટ કરાવવામાં આવ્યા હતા.
દાહોદ: કોરોનાનો વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો, અત્યાર સુધી કુલ 4 કેસ નોંધાયા
ઇન્દોરથી દાહોદ દફનવિધિ માટે આવેલા પરિવારની 9 વર્ષની બાળકીને કોરોના પોઝિટિવ સાથે દાહોદમાં પ્રથમ કેસ નોંધાયો હતો. આ બાળકીના સંપર્કમાં આવેલા તેના મામાને સરકારી કવોરેન્ટાઇનમાં રાખ્યાના તેરમા દિવસે લીધેલા સેમ્પલમાં પોઝિટિવ હોવાનું બહાર આવતા દાહોદમાં કોરોનાનો ચોથો પોઝિટિવ કેસ નોંધાયો છે.
ઇન્દોર
જેમાંથી બાળકીના મામાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને દાહોદના સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. બાળકીના સંપર્કમાં આવેલા તેના 6 પરિવારજનો સહિત કુલ 21 વ્યક્તિને કવોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેનાં 14 દિવસનો સમયગાળો 20 મી એપ્રિલના રોજ પૂરો થતો હતો. એ પૂર્વે 18 મી એપ્રિલના રોજ તમામના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જે પૈકી બાળકીના મામાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, તેમનામાં કોરોનાના કોઇ લક્ષણ નથી. એટલે કે એસિમ્પ્ટોમેટિક કેસ છે.