દાદરા નગર હવેલીની મજુરી કરતી મહિલાઓ શીખી રહી છે અક્ષરજ્ઞાન - દાદરા નગર હવેલીની મજુરી કરતી મહિલાઓ
દાદરા નગર હવેલી: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી બાહુલ આદિવાસી મુલક ગણાય છે. અહીંની મોટાભાગની વસ્તી નિરક્ષર છે, અને મજૂરીકામ કરી પોતાનાં પરિવારનું ભરણપોષણ કરે છે. આ મહિલાઓ-પુરુષોને અક્ષજ્ઞાન મળે તે માટે સેલવાસની APJ અબ્દુલ કલામ કોલેજના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને ભારત સ્કાઉટ ગાઈડના સભ્યોએ સાક્ષરતા અભિયાન હાથ ધર્યું છે. જેઓ ગલોન્ડા ગામમાં 20 જેટલી મહિલાઓને સાક્ષરતાના પાઠ શીખવાડી અભણનું મેણું ભાંગી રહ્યા છે.
દાદરા નગર હવેલી
બાહુલી આદિવાસી મુલક ગણાતા દાદરા નગર હવેલીમાં 65 ટકા જેટલી વસ્તી આદિવાસીઓની છે. અગાઉના સમયમાં યોગ્ય શિક્ષણની વ્યવસ્થાના અભાવે, ઘરથી શાળાનું અંતર દૂર હોવાને કારણે કેટલાય પરિવારોના મોભીઓ શાળાએ જઇ શક્યા નહોતા. આવા માતા-પિતા આજકાલ અભણ તરીકેનું મેણું ભાંગી રહ્યાં છે. બાળવયે શિક્ષણથી વંચિત રહી જનાર આવી મહિલાઓને સેલવાસની APJ અબ્દુલ કલામ કોલેજ અને ભારત સ્કાઉટ ગાઈડન વિદ્યાર્થીઓ અક્ષરજ્ઞાન આપી રહ્યા છે.