ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીના કિલવણી તલાટી કચેરી નજીકથી રઝળતી હાલતમાં વોટિંગ કાર્ડ મળી આવતા ચકચાર - દાદરા નગર હવેલી ન્યુઝ

કિલવલીના પેટલાદ ખાતે તલાટી કચેરી નજીક મોટી સંખ્યામાં ઓરીજનલ વોટિંગ કાર્ડનો જથ્થો મળી આવ્યો હતો. આવા મહત્વના આઇ ડી કાર્ડ મળી આવતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

કિલવણી તલાટી કચેરી નજીકથી રઝળતી હાલતમાં વોટિંગ કાર્ડ મળી આવતા ચકચાર
કિલવણી તલાટી કચેરી નજીકથી રઝળતી હાલતમાં વોટિંગ કાર્ડ મળી આવતા ચકચાર

By

Published : Feb 14, 2020, 7:18 PM IST


દાદરા નગર હવેલી : કિલવણી પેટલાદ ખાતે આવેલી તલાટી કચેરી નજીક મોટી સંખ્યામાં ઓરીજનલ વોટિંગ કાર્ડ રઝળતી હાલતમાં જોવા મળ્યા છે. કયા કારણસર આ કાર્ડ અહીં ફેંકાયા છે. તેની જાણકારી મળી નથી.

કિલવણી તલાટી કચેરી નજીકથી રઝળતી હાલતમાં વોટિંગ કાર્ડ મળી આવતા ચકચાર

વોટીંગ કાર્ડ અનેક સરકારી અને ખાનગી સવલતો માટે મહત્વનો પુરાવો મનાય છે, ત્યારે, એક તરફ રાષ્ટ્રપતિના આગમનના ત્રણ દિવસ પહેલા ઢગલાબંધ વોટીંગ કાર્ડ મળી આવતા અચરજ ફેલાયું છે.

દાદરા નગર હવેલી ખાતે વાહન રજિસ્ટ્રેશન માટે અને અન્ય સવલતો માટે વોટિંગ કાર્ડ મહત્વનો પુરાવો છે. આવા કાર્ડનો અનેક વાર દુરુપયોગ કરી ગંભીર ગુના આચરાતા હોવાનું સાબિત થયું છે, ત્યારે આવા મહત્વના પુરાવા માટેના કાર્ડ આ પ્રમાણે મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

જોકે સ્થાનિક પ્રસાશન આ બાબતથી અજાણ હોય તેવું વોટિંગ કાર્ડની હાલત જોતા લાગે છે. આ કાર્ડ ઘણા દિવસથી અહીં પડયા હશે. જેની અધિકારીઓએ બિલકુલ નોંધ લીધી નથી. બની શકે કે આ કાર્ડમાંથી કેટલાક કાર્ડ કોઈ ઉઠાવી ગયું હોય અને તેના આધારે મોબાઈલ સિમ કાર્ડ કે બીજા કોઈ ગેરકાયદેસર ઉપયોગમાં લેવાયા હોય? આવા અનેક સવાલો હાલ ઉભા થયા છે.

એક તરફ પ્રદેશની મુલાકાતે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે. બીજી તરફ મહત્વના પુરાવા સમાન મોટી સંખ્યામાં વોટિંગ કાર્ડ સરકારી કચેરીની બાજુમાં પડેલા મળે એ સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતા જનક કહી શકાય. જે આ અંગે હાલ પ્રશાસનિક અધિકારીઓ તરફથી કોઈ જરૂરી પહેલ કરવામાં આવી હોવાનું જણાયું નથી.

ABOUT THE AUTHOR

...view details