ગુજરાત

gujarat

ETV Bharat / state

નિઝામુદ્દીન મરકજ કાર્યક્રમમાં એક પણ વ્યક્તિ હાલમાં દાદરા નગર હવેલીનો નથીઃ કલેક્ટર - દાદરા નગર હવેલી કલેક્ટર

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 1લી એપ્રિલ સુધીમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ ન હોવાનું કલેક્ટર સંદીપકુમાર સિંઘે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે. સાથે જ સ્થાનિક રિઝનલ ચેનલોમાં જે તબલીગી જમાતના 6 લોકો પ્રદેશમાંથી દિલ્હી ગયા હોવાના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યાં છે. તે સંપૂર્ણ સાચા ના હોવાનું જણાવ્યું હતું.

a
નિઝામુદ્દીન મરકઝ કાર્યક્રમમાં ગયેલો એક પણ વ્યક્તિ હાલમાં દાદરા નગર હવેલીમાં નથીઃ કલેક્ટર

By

Published : Apr 1, 2020, 5:05 PM IST

સેલવાસ: કલેક્ટર સંદીપ કુમારે ખુલાસો કર્યો હતો કે, થોડા દિવસ પહેલા પ્રદેશમાંથી કેટલાક તબલીગી જમાતના લોકો નિજામુદ્દીન મરકજ કાર્યક્રમમાં ગયા હતાં. જેના પર પ્રશાસને નજર રાખી હતી. જેમાંથી 2 લોકોને વલસાડ પોલીસને સોંપ્યા હતાં. જ્યારે 3 લોકોને બીજનૌરમાં જ અટક કરી ત્યાં તેઓ પ્રશાસનની દેખરેખ હેઠળ છે. ઉપરાંત એક અન્ય વ્યક્તિને પણ ટ્રેસ કરવામાં આવ્યો છે અને તે પણ દાદરા નગર હવેલીમાં નથી. ટૂંકમાં નિજામુદ્દીન મરકજ કાર્યક્રમમાં જનારા એકપણ વ્યક્તિ દાદરા નગર હવેલીમાં નથી. જે 6 લોકોના સમાચારો સ્થાનિક સમાચાર ચેનલોમાં પ્રસારિત થયા છે. તે સંપૂર્ણ સાચા નથી.

નિઝામુદ્દીન મરકઝ કાર્યક્રમમાં ગયેલો એક પણ વ્યક્તિ હાલમાં દાદરા નગર હવેલીમાં નથીઃ કલેક્ટર

ઉલ્લેખનીય છે કે નિજામુદ્દીન મરકજ કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા 39માંથી 24 લોકો વલસાડ જિલ્લામાં પરત આવ્યા છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસતંત્ર તપાસમાં જોતરાઈ ગઈ છે. તેવા સમાચાર સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના પણ લોકોનો સમાવેશ થતો હોવાના સમાચાર પ્રસારિત થયા હતા. જેમાં દાદરાનગર હવેલીના 6 લોકો અને દમણના 3 લોકો હોવાની વિગતો આપી હતી.

ABOUT THE AUTHOR

...view details