ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીના ખરડપાડા ખાતે આવેલી ડમ્પીંગ સાઈટના ગંદા પાણીથી ગ્રામજનો પરેશાન - ગંદા પાણીથી ગ્રામજનોની મુશ્કેલી

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ નગરપાલિકા અને 20 ગ્રામ પંચાયતના ઘરેલુ કચરાના નિકાલ માટે 30 કરોડના ખર્ચે ખરડપાડામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ડમ્પિંગ સાઇટના કચરા યુક્ત પાણીની પાઈપલાઈન નદીમાં જતી હોવાથી નદીનું પાણી ગંદકી અને કેમિકલયુક્ત બન્યું છે. ઉપરાંત ડમ્પિંગ સાઇટ માટે અધિકારીઓએ જ નિયમો નેવે મૂક્યા હોવાના આક્ષેપો ખરડપાડા અને સરહદી ગુજરાતના અંકલાસ ગામના લોકોએ કર્યા છે.

Dadra nagar haveli
દાદરા નગર હવેલીના ખરડપાડા ખાતે આવેલી ડમ્પીંગ સાઈટના ગંદા પાણીથી ગ્રામજનો પરેશાન

By

Published : Sep 26, 2020, 4:43 PM IST

સેલવાસ : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના ખરડપાડા ખાતે લીલીછમ હરિયાળી અને વહેતા ઝરણાંની વચ્ચે 5.27 હેક્ટરમાં અંદાજિત 30 કરોડના ખર્ચે પ્રશાસને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ સ્થપાયો છે. સેલવાસ નગરપાલિકા અને 20 ગ્રામ પંચાયતના કચરાના નિકાલ માટે 150 ટન પર ડે ની કેપેસીટી વાળો આ પ્લાન્ટ ખરડપાડા ગામના લોકો માટે અને ગુજરાતના અંકલાસ ગામના લોકો માટે તથા રોષા નદી માટે આફત બન્યો છે. ગામ લોકોએ આ પ્લાન્ટનો વિરોધ કર્યો છે અને પ્લાન્ટની કોન્ટ્રાક્ટર કંપનીએ તેમજ સરકારી અધિકારીઓએ નિયમોને નેવે મૂક્યા હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો.

ગ્રામજનોમાં ઉગ્ર વિરોધ
સંઘપ્રદેશ પ્રશાસને આ જમીન એકવાયર કરી જયપુરની મેસર્સ રુર્બન ક્લીનટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીને પ્લાન્ટ હેન્ડલિંગ કરવામાં આવ્યો છે. જેના 35 જેટલા કચરાના વાહનો દાદરાનગર હવેલીના પાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી રોજના 90 ટન જેટલો કચરો ઉઠાવે છે. જે કચરાનું ગંદુ પાણી પાઇપલાઇન દ્વારા નજીકમાંથી પસાર થતી રોષા નદીમાં ઠાલવતા પ્રદૂષિત પાણીએ નદીમાં જળચર જીવોનું નિકંદન કાઢી, ગામના પાંચ જેટલા બોરના પાણી અને ખેતી માટે ઉપયોગમાં લેવાતા પાણીને પ્રદૂષિત કરી મૂક્યું છે.
કેમિકલ યુક્ત પાણી
આ સોલિડવેસ્ટ પ્લાન્ટમાં આવતા કચરામાંથી દૈનિક 20 ટકા કચરાને ડમ્પ કર્યા બાદ બાકીના કચરાને રિસાઇકલ કરી તેમાંથી પ્લાસ્ટિક, ખાતર, પેપર બનાવવાનું અને આસપાસની ક્વોરીમાં ડમ્પ કરવાનું આયોજન પ્રશાસનનું છે. જો કે, આ કામગીરી હજુ માંડ 20 ટકા જેટલી જ થઇ છે છત્તા અહીં કચરાના ઢગ ખડકાઈ ગયા છે. જેમાં વરસાદી પાણી ભળતા તે કચરાયુક્ત પાણી એ ગામ લોકો માટે પીવાનું પાણી અને નદીનું પાણી ખરાબ કર્યું છે. જે અંગે મેસર્સ રુર્બન ક્લીનટેકના MDએ હાલ વરસાદને વિલન ગણાવી આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાની ગુલબાંગો પોકારી હતી.
મેસર્સ રુર્બન ક્લીનટેક પ્રાઇવેટ લિમિટેડ
ખરડપાડા ખાતેની સંકલિત મ્યુનિસિપલ ઘન કચરા વ્યવસ્થાપન સુવિધાથી ત્રાહિમામ પોકારેલા ગ્રામજનો હવે આ મામલે આંદોલનના મૂડમાં છે. અનેક રજૂઆતો બાદ નક્કર પરિણામ ન મળતાં NGTમાં PIL દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. ઉપરાંત ખરડપાડા ગામના તમામ નાગરિકો ડમ્પિંગ સાઇટનો પહેલેથી વિરોધ કરતા આવ્યા હોવા છતાં કંપની સંચાલકોએ પંચાયત પાસેથી NOC લેવાનું પણ ઉચિત સમજ્યું નથી. ત્યારે ડમ્પિંગ સાઇટની સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે કોન્ટ્રાક્ટર કંપની અને પ્રશાસનના અધિકારીઓ રીતસરની તાનાશાહી ચલાવી મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દાદરા નગર હવેલીના ખરડપાડા ખાતે આવેલી ડમ્પીંગ સાઈટના ગંદા પાણીથી ગ્રામજનો પરેશાન
ઉલ્લેખનીય છે કે, કોઈપણ ડમ્પિંગ સાઇટ સરકારની પર્યાવરણીય ગાઇડલાઇન મુજબ નદી-નાળાથી, ગ્રામ્ય વિસ્તારથી, રક્ષિત જંગલ વિસ્તારથી ઓછામાં ઓછી 100 મીટર કે 200 મીટર દૂર હોવી જોઈએ. જે નિયમોનો પણ અહીં છેદ ઉડી ગયો હોવાના આક્ષેપો ગામ લોકો કરી રહ્યા છે.
ખરડપાડા ગ્રામપંચાયત

ABOUT THE AUTHOR

...view details