ગુજરાત

gujarat

ETV Bharat / state

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું - latest news of lock down

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં વિજયસિંહ રાઠોડ નામના દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ વહીવટીતંત્રએ તેમના સંપર્કમાં આવેલા 30 જેટલા લોકોને ક્વોરોન્ટાઇન કરી તમામના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા હતાં. જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. તેમ છતાં લોકહિતને ધ્યાનમાં રાખીને હાલ નરોલી ગામને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

corona
corona

By

Published : Apr 8, 2020, 12:35 PM IST

સેલવાસ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામના હોટેલ માલિક વિજયસિંહ રાઠોડના કોરોના પોઝિટિવ કેસ આવ્યાં બાદ આરોગ્ય વિભાગે તેમના સંપર્કમાં આવેલા તમામને શોધી તેમને ક્વોરોન્ટાઇન કરી સેમ્પલને લેબોરેટરીમાં મોકલ્યા હતાં. જેમાં 30 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.

આ ઘટના બાદ પ્રશાસન દ્વારા નરોલી અને ધાપસા ગામને સંપૂર્ણ લોકડાઉન કર્યા બાદ પોઝિટિવ દર્દીના નિવાસસ્થાને થી 3 કિલોમીટરની ત્રિજયાના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન અને તેની આસપાસના 5 કિલોમીટર વિસ્તારને બફર ઝોન જાહેર કરી તમામ આવાગમન રોકી દેવામાં આવ્યું છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું

પ્રશાસન દ્વારા આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા બાદ લોકોને આવશ્યક દૂધ, શાકભાજી, કરિયાણું, મેડિકલ સેવા માટે હોમડિલિવરી શરૂ કરી છે. જે માટે આ વિસ્તારના કરિયાણાના વેપારી, શકભાજીવાળા ફેરિયા, મેડિકલ સ્ટોર્સ, આરોગ્ય કર્મચારીઓને ખાસ પાસ આપ્યા છે. એ લોકો જ આ વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓની ફોન પર વિગતો લઈ ઘર સુધી પહોંચાડશે. આરોગ્ય વિભાગ દ્વારા નરોલીના 6980 ઘરને કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવ્યા છે. જ્યારે 40 હજાર ઘરને બફર ઝોનમાં સામેલ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details