ગુજરાત

gujarat

ETV Bharat / state

બેગ બનાવતી કંપનીએ 10 લાખ ગેરકાયદેસર માસ્ક બનાવ્યા, આરોગ્ય વિભાગે જપ્ત કર્યા - સેલવાસ ન્યૂઝ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આરોગ્ય વિભાગે પોલીસની મદદથી આમલીની સુપર પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં રેડ પાડી હતી. આ કંપનીમાંથી ગેરકાયદેસર 10 લાખ સર્જીકલ માસ્ક મળી આવ્યા હતાં. જેની અંદાજિત બજાર કિંમત 30 લાખ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ કંપની બેગ બનાવે છે, પરંતુ હાલમાં કોરોના વાઇરસને કારણે માસ્કની ડિમાન્ડ વધતા વગર પરમિશને 10 લાખ માસ્ક બનાવી તેનું વેંચાણ કરવાની તૈયારીમાં હતી.

compny
સેલવાસ

By

Published : Mar 23, 2020, 2:10 PM IST

સેલવાસ: એક તરફ દેશ અને દુનિયામાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે કેટલાક વેપારીઓ આ મહામારીને કમાવાની તક સમજી માસ્ક સહિતની ચીજવસ્તુઓ બનાવી કમાણી કરી રહ્યાં છે. આવી જ લાલચને કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના આમલીની સુપર પ્લાસ્ટિક નામની કંપનીનો સંચાલક ગેરકાયદેસર સર્જીકલ માસ્ક બનાવવાનું શરૂ કરી તેનું વેંચાણ કરતો હોવાનું આરોગ્ય વિભાગને ધ્યાને આવતા રવિવારે સાંજે પોલીસની હાજરીમાં કંપનીમાં રેડ કરવામાં આવી હતી. આ રેડમાં કંપનીમાંથી 10 લાખ તૈયાર 3 પ્લાય સર્જીકલ માસ્ક મળી આવ્યાં હતા.

સેલવાસમાં બેગ બનાવતી કંપનીએ 10 લાખ ગેરકાયદેસર માસ્ક બનાવ્યા, આરોગ્ય વિભાગે જપ્ત કર્યા

આરોગ્ય વિભાગે આ તમામ જથ્થો જપ્ત કરી કંપનીના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગના ડાયરેકટર વી. કે. દાસે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, સેલવાસમાં હાલ એક જ કંપનીને 3 પ્લાય સર્જીકલ માસ્ક બનાવવાની પરમિશન આપવામાં આવી છે. ત્યારે વધુ નફો કમાવાની લાલચે આ બેગ બનાવતી કંપનીના સંચાલકે સર્જીકલ માસ્ક બનાવવાનું શરૂ કરી દીધું હતું. આ અંગે કોઈ પરમિશન લેવામાં આવી નહોતી. જપ્ત કરવામાં આવેલા 10 લાખ માસ્કની બજાર કિંમત અંદાજિત 30 લાખ જેટલી છે. જે તમામ જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી માટે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સેલવાસમાં બેગ બનાવતી કંપનીએ 10 લાખ ગેરકાયદેસર માસ્ક બનાવ્યા, આરોગ્ય વિભાગે જપ્ત કર્યા
સેલવાસમાં બેગ બનાવતી કંપનીએ 10 લાખ ગેરકાયદેસર માસ્ક બનાવ્યા, આરોગ્ય વિભાગે જપ્ત કર્યા

ABOUT THE AUTHOR

...view details