સેલવાસ : સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં શાકભાજી ભાવમાં મોંઘવારી નડી રહી છે. શાકભાજી માર્કેટમાં ટમેટા 50 રૂપિયાથી 70 રૂપિયા કિલોએ પહોંચ્યા છે. આ અંગે વેપારીઓ અતિવૃષ્ટિને અને મહામારીને મુખ્ય કારણ બતાવી રહ્યા છે. જ્યારે શાકભાજીના ભાવમાં થઇ રહેલા વધારાને કારણે રસોઈ માટે ગૃહિણીઓનું અને હોટેલ સંચાલકો નું બજેટ ખોરવાયું છે. કેટલાંક લોકોએ જણાવ્યું હતું કે, શાકભાજીના ભાવ વધતા થાળીમાંથી લીલોતરી ગાયબ થઈ ગઈ છે. ટમેટાથી લઈને મરચાં, ધાણા સુધીના ભાવ બે ગણા વધી ગયા છે.
દાદરા નગર હવેલીમાં મહામારીમાં મોંઘવારીનો માર, શાકભાજીના ભાવ આસમાને - news in Dadra Nagar Haveli
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. 5 થી 20 રૂપિયે કિલો મળતી શાકભાજી હાલ 50 થી 80 રૂપિયે કિલો પહોંચી છે. જેને લઈને ગૃહિણીઓ અને હોટેલ સંચાલકોના બજેટ સાથે શાકભાજીના વેપારીઓનું બજેટ પણ ખોરવાયુ છે.
દાદરા નગર હવેલીમાં મહામારીમાં મોંઘવારીનો માર, શાકભાજીના ભાવ આસમાને
શાકભાજીમાં મહામારીના સમયે વધેલી મોંઘવારીને કારણે શાકભાજી ખરીદવા આવતા અમીર-ગરીબ તમામ વર્ગના લોકો પ્રભાવિત થયાં છે. વેપારીઓની પણ ઘરાકી ઘટતા બગાડનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. તો ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી પણ 30 રૂપિયાથી 35 રૂપિયા કિલો પહોંચી છે. બટાકા પણ 40 રૂપિયા કિલો પહોંચ્યા છે. ત્યારે કોરોનાની મહામારીમાં લોકડાઉનની સ્થિતિ બાદ લોકોની આર્થિક સ્થિતિ પહેલાંથી જ બગડેલી છે. જેમાં હવે શાકભાજીના ભાવ વધારાએ ઘરમાં મળતું ભોજન પણ મોંઘુ કરી દીધું છે.