લેપ્રોસી નાબુદી કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર રેખા શુક્લા અને યજમાન મિશન ડાયરેક્ટર ક્રિષ્ના ચેતન્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સેલવાસ સ્ટેટ લેપ્રોસી ઓફિસર મનોજસિંગ દ્વારા પ્રદેશમાં થયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, કેરાલા, તેલંગણા, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, ઓડીસા, નાગલેન્ડ, ત્રિપુરા, હિમાચલ,ઝારખંડના પ્રતિનિધિઓએ રાજ્યોની કામગીરી દર્શાવી હતી.
સેલવાસમાં લેપ્રોસી નિર્મૂલન કાર્યક્રમનું આયોજન કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા લેપ્રોસી નિર્મૂલન કાર્યક્રમ અસરકરાક રીતે લાગુ કરી મેળવેલા પરિણામોનું જાત નિરીક્ષણ કરવા માટે મુલાકાતે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના ઉપનિર્દેશક ડોક્ટર અનિલ કુમાર અને લેપ્રોસી ક્ષેત્રે કાર્યરત જાપાનીઝ નિપોન ફાઉન્ડેશનના ચેરમેન યોહિય સાંસા કાવાએ સેલવાસ વિનોબાભાવે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ જાણકારી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો.
તેમણે ખાનવેલ ખાતે આશાવર્કર દ્વારા લોકજાગૃતિ અને રક્તપિતના દર્દીને અપાતી સઘન સારવારની કાર્યપદ્ધતિને બિરદાવી હતી. આશાવર્કર કાર્યકર દ્વારા જાગૃતિ થકી નિદાન દરમાં સતત ઘટાડો જોવા મળી છે તેની નોંધ લઈ મોડલ સ્વરૂપે દેશના અન્ય રાજ્યમાં લાગુ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.
સાંસાકાવાએ વડાપ્રધાને અભિનંદન આપતા જણાવ્યું કે, સરકાર દ્વારા ભારતમાંથી 'સારવારક્ષમ' રોગ રક્તપિતને નાબૂદ કરી સારવાર મેળવી સ્વસ્થ થનાર અસરગ્રસ્તોના સામાજિક, આર્થિક ઉત્થાન માટે લીધેલા પગલાંને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.
વધુમાં ડૉ. અનિલ કુમારે જણાવ્યું કે, દેશમાં રક્તપિતના દર્દીઓ સામાજિક રીતે સમાજમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે, પરંતુ સેલવાસમાં એમના પ્રત્યે દુર્વ્યવહારની અસરો જોવા મળતી નથી અને દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ જોવા મળે છે. જેને મોડલ રૂપગણી દેશના અન્ય રાજ્યમાં આ પધ્ધતિ લાગુ કરાશે. ડેલીગેશને આશાવર્કરોને અભિનંદન આપ્યા હતા.