- અડધું મેદાન છોડીને ક્યારેય નહીં જવાનું કહેનાર ડેલકરની અલવિદા
- ડેલકરના મોત થી પ્રદેશમાં શોકનો માહોલ છવાયો
- 7 ટર્મ પોતાના બળે સાંસદપદ શોભાવ્યું હતું
અડધું મેદાન છોડીને ક્યારેય નહીં જવાનું કહેનારા મોહન ડેલકરની અલવિદા - Son of a freedom fighter and first MP
'આ પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની અને પ્રથમ MPનો દીકરો છું. અડધું મેદાન છોડીને ક્યારેય નહીં જાઉં' આ શબ્દો દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે વર્ષ 2020માં દાદરા નગર હવેલીની જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી વખતે JDU સાથે ગઠબંધન કરી ઉચ્ચાર્યા હતા. આ ચૂંટણીમાં તેમણે પોતાનું એ વર્ચસ્વ સાબિત કરી જિલ્લા પંચાયત કબ્જે પણ કરી બતાવી હતી. પ્રશાસન સામે સતત અવાજ ઉઠાવનારા મોહન ડેલકર જોકે, હવે આપણી વચ્ચે નથી રહ્યા. મુંબઈની હોટેલમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળ્યો છે. તેના નિધનથી દાદરા નગર હવેલીમાં શોક છવાઈ ગયો છે.
![અડધું મેદાન છોડીને ક્યારેય નહીં જવાનું કહેનારા મોહન ડેલકરની અલવિદા મોહન ડેલકર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10738359-thumbnail-3x2-mohan.jpg)
દાદરા નગર હવેલી :સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટેલ સી-ગ્રીનમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ દાદરા નગર હવેલીમાં અરેરાટી મચી ગઈ છે. મોહન ડેલકરના મૃતદેહ સાથે ગુજરાતીમાં લખેલી સ્યુસાઇડ નોટ મળી છે. મુંબઈ પોલીસે ડેલકરના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પેનલ પોસ્ટમોર્ટમ સાથે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, મોહન ડેલકર માટે એટલું ચોક્કસ કહી શકાય કે, તે રાજકારણમાં લોકપ્રિય નેતા હતાં. દાદરા નગર હવેલીમાં તે પોતાના વ્યક્તિત્વ પર 7 વખત લોકસભામાં સાંસદ બન્યા હતાં.