- સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી યોજાશે મતદાન
- 4 પક્ષોમાંથી ભાજપ અને શિવસેના વચ્ચે ટક્કર જામશે
- 333 બુથ પર યોજાશે મતદાન પ્રક્રિયા થશે
સેલવાસ : દાદરા નગર હવેલી(Union Territory Dadra Nagar Haveli)માં લોકસભાની પેટા ચૂંટણી(Voting for the Lok Sabha by-elections) માટે 333 બુથ પર તમામ જરૂરી સુવિધાઓને આખરી ઓપ આપી દીધો હોવાનું અને સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દીધી હોવાનું દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારી અને દાદરા નગર હવેલી કલેકટર રાકેશ મીનહાસે જણાવ્યું હતું.
સવારનાં 7 વાગ્યાથી સાંજનાં 7 વાગ્યા સુધી મતદાન યોજાશે
આવતીકાલે 30મી ઓક્ટોબરે દાદરા નગર હવેલીમાં ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ અંગે દાદરા નગર હવેલીનાં કલેકટર અને ચૂંટણી અધિકારી રાકેશ મીનહાસે જણાવ્યુ હતુ કે, સવારનાં 7 વાગ્યાથી સાંજનાં 7 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ મતદાન માટે 333 પોલિંગ બુથ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક બુથ પર પ્રિસાઈડિંગ ઓફિસર સહિતના સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ, IRBN ની બટાલિયન સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે.
9 જેટલા અતિસંવેદનશીલ બુથ છે