દાદરા નગર હવેલી: સેલવાસની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે, શાળામાં શિક્ષકો તેઓને ધાકધમકી આપી ડરાવે ધમકાવે છે. તેમજ અભ્યાસના વિષયો બહારના વિષયો પરનો અભ્યાસ કરાવે છે. હોસ્ટેલમાં જમવામાં મેનુ મુજબ મળતું નથી. જ્યારે માતા-પિતા મળવા આવે છે, ત્યારે તેઓને 4 કલાક સુધી રાહ જોવડાવે છે. તેમજ પોતાની મનમાની કરે છે.
સેલવાસમાં વિદ્યાર્થીઓએ શિક્ષકોની ધાકધમકી અંગે નોંધાવ્યો વિરોધ - જવાહર નવોદય વિદ્યાલય
સેલવાસ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સિલીમાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શુક્રવારે સેલવાસ કલેક્ટર ઓફિસ ખાતે આવી શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવતી મનમાની અંગે વિરોધ વ્યક્ત કરી રજૂઆત કરી હતી.
સેલવાસ
આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓની રજૂઆત સેલવાસ મામલતદારે સાંભળી હતી. આ અંગે યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપતા તમામ વિદ્યાર્થીઓ પરત જતા રહ્યાં હતાં.
Last Updated : Mar 13, 2020, 3:38 PM IST