ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં એક વ્યક્તિનો આપઘાત તો એકનો પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો - દાદરા નગર હવેલીના મધુબન ડેમ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 2 યુવકોના મોત થયા હોવાની ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઇ હતી. મૃતકોમાં એક યુવકે ઘરમાં ગળેફાંસો ખાધો હતો. તો અન્ય એક યુવકનો મધુબન નજીક પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

Death of 2 youths in Dadra Nagar Haveli
દાદરા નગર હવેલીમાં 2 યુવકોના મોત

By

Published : Aug 14, 2020, 11:49 AM IST

દાદરા નગર હવેલી : સંઘપ્રદેશમાં ગુરૂવારે પ્રમુખ સંગમ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર ગોસ્વામી નામના યુવકે પંખાના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. જીતેન્દ્રનો એક મિત્ર એને મળવા માટે આવ્યો હતો અને તેણે ડોર બેલ વગાડી પરંતુ દરવાજો ન ખુલતાં મિત્રએ સિક્યુરિટીને જાણ કરી હતી. સિક્યુરિટીએ બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરી જોતા જીતેન્દ્ર ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો.

દાદરા નગર હવેલીમાં 2 યુવકોના મોત થયા હોવાની ઘટનાથી શહેરમાં ચકચાર
તો બીજી તરફ ગુરૂવારે બપોરે દાદરા નગર હવેલીના મધુબન ડેમ નજીક આવેલ એક ખનકીમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ કિનારે તરતો જોતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ મૃતદેહને પ્રાથમિક દ્રષ્ટિએ જોતા તે પાણીમાં ફૂલી ગયો હતો. તેમજ તે મૃતદેહને માછલીઓએ કોરી ખાધો હોવાથી મૃતકની ઓળખ થઇ શકી નથી. આ બંને ઘટના અંગે સેલવાસ પોલીસ દ્વારા અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરાઇ છે. જેમા મૃતક જીતેન્દ્ર મૂળ રાજસ્થાનનો હતો. તેના ભાઈ સાથે સેલવાસમાં દુકાન ચલાવતો હતો. જેમાં થોડા દિવસ અગાઉ એક ભાઈ રાજસ્થાન જતો રહ્યો હતો. ત્યારે જીતેન્દ્ર દુકાન સાંભળતો હતો, અને ફ્લેટમાં એકલો રહેતો હતો. જેને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details