સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના લોકો, ભાષા, પ્રવાસન સ્થળો, શહેરી અને ગ્રામ્ય સંસ્કૃતિ, શૈક્ષણિક સંસ્થાઓ, રાજકારણ, ઊંચી ઇમારતો, બ્રીજ વગેરે બધુજ આવરી લેતું વીડિઓ ગીત મેરા સિલવાસા હિન્દ ગુજરાત મરાઠા આજકાલ you tube પર ધૂમ મચાવી રહ્યું છે. અને 90,000 થી વધુ લોકોએ તેને જોયું છે પસંદ કર્યું છે.
આ ગીત બનાવનાર અને કેમેરામાં કંડારનાર સેલવાસના RV-LOVLESS (રવિ પ્રજાપતિ) અને તેના મિત્રો સાથે ETV ભારતે ખાસ વાત કરી હતી. ETV ભારત સાથે વાત કરતા RV-LOVLESS (રવિ પ્રજાપતિ)એ જણાવ્યું હતું કે આ ગીત તેણે જાતે લખ્યું છે. અને તેના મિત્રો વિશાલ, મનોહર, નીરવ અને જીતેન્દ્રની મદદથી કેમેરામાં કંડારી you tube પર અપલોડ કર્યું છે. જેને ખુબજ રિસ્પોન્સ મળ્યો છે. અને અમારી મહેનત લેખે લાગી છે.
જાણો સેલવાસના પાંચ કલાકારોને માઈક્રો બાયોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરનાર RV-LOVLESS જણાવ્યું કે, તે સેલવાસના ખડોલી જેવા નાનકડા ગામમાં રહે છે. તેમના માતા ઘરે કરિયાણાની દુકાન ચલાવે છે. અને પિતા નજીકની કંપનીમાં નોકરી કરે છે. પરિવારમાં તે બે ભાઈ અને એક બહેન છે. નાનપણથી જ તેને ડાન્સ અને ગાવાનો શોખ હતો. એટલે એ શોખ માટે તેને તેના જેવા મિત્રો મળ્યા અને એ મિત્રો ની મદદથી ફોટોગ્રાફીના કેમેરાથી કે મોબાઇલથી જાતે લખેલ ગીતનું વીડિઓ શૂટિંગ કરી you tube પર અપલોડ કરતા હતા. જેમાં તેમણે પોતાના પ્રદેશને જ વિશ્વ ફલક પર આગવી ઓળખ અપાવવાનો વિચાર આવ્યો અને જે બાદ માત્ર બે જ દિવસમાં 18 જેટલા લોકેશન પર રિક્ષામાં ફરી આ વીડિયો ગીત તૈયાર કર્યું છે. જે ખુબજ હિટ ગયું છે. આ વીડિયો ગીતના શૂટિંગ દરમિયાન તેમનો ડ્રોન કેમેરા ચોરાઈ ગયો હતો તેમ છતાં તેમણે મોબાઈલમાં શૂટિંગ કરી આ ગીત બનાવ્યું પણ હાર ના માનીમેરા સિલવાસા હિંદ ગુજરાત મરાઠા શબ્દો વિશે RV-LOVLESS કહે છે કે દાદરા નગર હવેલી એક તરફ ગુજરાત સાથે અને બીજી તરફ મહારાષ્ટ્ર સાથે જોડાયેલ હિંદનો અનોખો પ્રદેશ છે. વનરાજી અને કુદરતી સંપડાથી ઘેરાયેલ છે. દરેક પ્રાંતના રાજ્યના લોકો અહીં સુખ શાંતિથી રહે છે. એટલે તેને અનુરૂપ આ ગીતમાં એ શબ્દો છે.RV-LOVLESSના આ પાંચ પાંડવ આ ઉપરાંત પ્રકૃતિ પર અને ગ્લોબલ વોર્મિંગ પર પણ ખાસ વિડિઓ ગીત બનાવી રહ્યાં છે. તેમના માટે વિશ્વમાં તે પોતાના પ્રદેશને અને દેશને સારા પ્રદેશ તરીકે પ્રસિદ્ધ કરવા માંગે છે. તેથી તે કોઈપણ વિડિઓ ગીતમાં દારૂ, ડ્રગ્સ નથી બતાવતા તે નાશમુક્ત સમાજના નિર્માણ માટે કામ કરવાની મહેચ્છા રાખી રહ્યા છે. અને યુવાનોને પણ આવા વ્યસનથી દૂર રહી જે ગમે તે કામ કરો, તે માટે સખત મહેનત કરો, હાર ન માનો, પરંતુ, તે પહેલાં પોતાના ભણતરને પ્રાધાન્ય આપો સારી ડીગ્રી મેળવો અને પછી જ મનગમતું કરો તેવી શીખ આજના યુવાનોને આપી રહ્યાં છે.RV-LOVLESS ના સાથીદાર નીરવ પટેલે મેરા સિલવાસા વિડિઓ ગીત માટે જણાવ્યું હતું કે, આ ગીત બન્યા બાદ જે રીતે લોકોના પ્રતિભાવો મળ્યા છે. તેનાથી ખૂબ જ ખુશી થાય છે. દરેક લોકો આજે સેલવાસને આ વીડિયોમાં જોવે છે અને તેની મુલાકાત લેવાની કોમેન્ટ કરે છે. ભારતના આ નાનકડા પ્રદેશ માટે ગર્વ અનુભવે છે.RV-LOVLESS ના પિતરાઈ ભાઈ કમલેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર તેમના ગીત બાદ મળેલી સફળતા પર ગર્વ અનુભવે છે. એક સમયે તેના ડાન્સ અને ગીતના શોખથી પરિવારના સભ્યો નારાજ હતાં. પરંતુ, હવે ખુશી થાય છે. અને આ રીતે જ પ્રગતિ કરી બોલિવૂડ પણ પોતાની નામના મેળવે તેવું ઈચ્છી રહ્યા છે.