પાટનગર સેલવાસ નજીક આવેલ આમલીની સોગો ઇનોવેટિવ નામની પ્લાસ્ટિકનો સામાન બનાવતી કંપનીમાં શુક્રવારે બપોરે આગ લાગતાં જ આસપાસની કંપનીઓમાં પણ દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ સેલવાસના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા.
સેલવાસમાં કંપનીમાં ભભૂકી વિકરાળ આગ, પ્લાસ્ટિક પ્રોડક્ટ બળીને ખાખ - ઇજા કે જાનહાનિ નહીં
સેલવાસ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના આમલી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક કંપનીમાં શુક્રવારે બપોરે ભિષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. લાખોના પ્લાસ્ટિક મટિરિયલને સ્વાહા કરનારી આગમાં જાનહાની ટળી હતી. જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
Dadra nagar Haveli
જો કે કંપનીમાં પ્લાસ્ટિકનો કાચો અને તૈયાર માલ મોટીમાત્રામાં સંગ્રહ કરેલો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. અને કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. જેથી વાપી GIDC અને પાલિકા વિસ્તારના ફાયર ફાયટરોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. બે એક કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.