ગુજરાત

gujarat

ETV Bharat / state

સેલવાસની ભિલોસા કંપનીમાં ભીષણ આગ, ફાયર ફાયટરે કાબૂ મેળવ્યો

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના રોલીમાં આવેલા ભિલોસા કંપનીમાં સોમવાર સવારે 5 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટના દરમિયાન કંપનીમાં 35થી 40 કર્મચારીઓ ફસાયા હોવાની અફવા પણ ઉડી હતી. આ અંગે કંપની સંચાલકો તરફથી કે તંત્ર તરફથી કોઈ જાણકારી મળી નથી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે. આ કંપનીમાં આ પહેલા પણ ભીષણ આગ લાગતા જાનમાલનું નુકસાન થઈ ચૂક્યું છે.

selwas
સેલવાસ

By

Published : Mar 23, 2020, 11:41 AM IST

Updated : Mar 23, 2020, 12:02 PM IST

સંઘપ્રદેશ: દાદરા નગર હવેલીના નારોલી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ભિલોસા ઇન્ડસ્ટ્રીઝમાં સોમવારે વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ પર કાબૂ મેળવવા સેલવાસ અને વાપીના ફાયર ફાયટરોને બોલાવવામાં આવ્યાં હતાં. વિકરાળ આગના કારણે કંપની આસપાસ ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતાં.

સેલવાસની ભિલોસા કંપનીમાં ભીષણ આગ, કાબૂ મેળવ્યો

આગ પર ફાયરના જવાનોએ પાણી અને ફોમનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. જે દરમિયાન ગભરાયેલા કેટલાક કર્મચારીઓએ બહાર આવી આગમાં 35થી 40 લોકો ફસાયા હોવાની વાત કરતા ફાયરના જવાનો અને પોલીસે પોતાની કામગીરી હાથ ધરી હતી. આગ પર કાબૂ મેળવ્યા સુધીમાં કોઈ વ્યક્તિ અંદર ફસાયો હોવાનું જાણવા મળ્યું નહોતું અને તે અફવા હોવાનું અનુમાન લોકોએ લગાવ્યું હતું.

સેલવાસની ભિલોસા કંપનીમાં ભીષણ આગ, કાબૂ મેળવ્યો

ઉલ્લેખનીય છે કે, ભિલોસા કંપનીમાં આ પહેલા પણ આગના બનાવો બની ચૂક્યા છે અને તેમાં જાનમાલનું નુકસાન પણ થયું છે. સોમવારે લાગેલી આગનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ના હોવાનું જાણવા મળ્યું હતું. આગને કારણે કંપનીમાં મોટાપાયે નુકસાન થયું છે.

Last Updated : Mar 23, 2020, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details