- સેલવાસ લોકસભા ચૂંટણીમાં શિવસેનાની જીત
- શિવસેનાં ઉમેદવાર કલાબેન ડેલકરેની જીત
- ભાજપનાં ઉમેદવારને જંગી લીડથી આપી માત
સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી(Dadra Nagar Haveli)માં 30મી ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું(Lok Sabha by-election 2021). જે બાદ આજે 2જી નવેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કુલ 24 રાઉન્ડમાં પ્રથમ રાઉન્ડથી જ શિવસેના(Shiv Sena)એ બાજી મારી હતી અને છેલ્લા રાઉન્ડ સુધી સતત લીડથી આગળ વધાતી રહ્યી અને શિવસેનાએ કુલ 50,677 મતથી વિજય મેળવ્યો હતો. શિવસેનાનાં કાર્યકરો અને દિવંગત મોહન ડેલકરનાં સમર્થકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.
76.35 ટકા મતદાન નોંધાયું હતું
દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી મહેશ ગાવિત, કોંગ્રેસ તરફથી મહેશ ધોડી, શિવસેના તરફથી કલાબેન ડેલકર અને BTP તરફથી ગણેશ ભુજાડા મેદાનમાં ઉતાર્યા હતાં. જેમાં ભાજપ-શિવસેનાનાં ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર હતી. 30મી ઓક્ટોબરે દાદરા નગર હવેલીનાં કુલ 2,58,838 મતદારો પૈકી 1,97,623 મતદારોએ મતદાન કરતા કુલ 76.35 ટકા મતદાન નોંધાયું હતું.