ગુજરાત

gujarat

સેલવાસમાં પ્રશાસને 9 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા, જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરાઈ

By

Published : Oct 18, 2019, 10:45 AM IST

દાદરા-નગરહવેલીઃ સંઘપ્રદેશમાં ડેપ્યુટી કલેક્ટર ડૉ. અપૂર્વ શર્માએ દાદરા નગર હવેલીના જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડી 9 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતાં. તેમજ બાળ મજૂરીએ રાખનાર માલિકોની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

સેલવાસમાં પ્રશાસને 9 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા, જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરાઈ

દાદરા નગર હવેલીના કલેકટર સંદીપ કુમાર સિંહના માર્ગદર્શનમાં દાદરાનગર હવેલીના RDC ડૉ. અપૂર્વ શર્માએ દાદરાના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડી બાળ મજૂરી કરતા બાળકોને છોડાવ્યા હતાં.

બાળમજૂરોને મુક્ત કરાવતા ડે. કલેક્ટર

દાદરાના ઝરિયા મોરા રોડ પાસે આવેલ ટ્રક ગેરેજમાં બે સગીર બાળકો મજૂરી કરી રહ્યા હતાં. RDCએ પૂછપરછ કરતા તે બે બાળકોને મુક્ત કરાવી ગેરેજ માલિક અભિમન્યુની અટક કરી હતી. જે બાદ દાદરામાં દેમણી રોડ પાસે આવેલ શિવ શક્તિ સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટમાં કામ કરી રહેલ ત્રણ બાળકોને છોડાવ્યા હતાં અને હોટલ માલિકની ધરપકડ કરી હતી. આમ, કુલ 9 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવી તેમની ઉમર અંગે બાયોમેટ્રિક તપાસ કરાવી હતી.

જિલ્લામાં બાળ સુરક્ષા એકમ સેલવાસ દ્વારા ગત દિવસોમાં પ્રદેશના વિવિધ વિસ્તારોમાં નોટિસ પહોંચાડવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે 14 વર્ષથી નાની વયના બાળકોને કામ ઉપર રાખવા ગુનો છે. જેમાં બાળ મજૂરીએ રાખનાર વિરુદ્ધ પાંચ વર્ષની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઇ છે. આ પ્રકારની નોટીસ પ્રદેશના દરેક વિસ્તારમાં આપવામાં આવી હતી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવતા 9 બાળ મજૂર મળી આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં 14 વર્ષથી નાની વયના બાળકોને બાળ મજૂરીથી મુક્ત કરાવી શિક્ષણ આપવાના ઉદ્દેશ્યથી ધ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરવામાં આવી હતી. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં 5 થી 14 વર્ષ સુધીના બાળ મજૂરી કરનારા બાળકોને મોટી સંખ્યા ગ્રામીણ વિસ્તાર સાથે સંબંધ ધરાવે છે. લગભગ 80 ટકા બાળમજૂરી ગ્રામ્ય વિસ્તારમાં ફેલાયેલી છે. ભારતમાં બાળ મજૂરોની વધુ સંખ્યા પાંચ મોટા રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર છે. અહીં બાળમજૂરી ટકાવારી અંદાજે 55 ટકા છે.

ABOUT THE AUTHOR

...view details