સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં શિક્ષણ વિભાગના સેલવાસ ટોકરખાડામાં આવેલા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ તોફાન મચાવ્યું હતું. એક તરફ વર્ષ 2020ની ફાઈનલ પરીક્ષા લેવામાં આવી નથી. જ્યારે દાદરા નગર હવેલી પ્રશાસન શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ દરેક વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં વિષય વાર જે ગુણ મેળવ્યા હોય તેમજ વિદ્યાર્થીઓના બીજા ગુણો લઈ તેમને 33 ટકા પર પાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં ડબલ ડિજિટ સુધી પણ માર્ક મેળવી નહોતા શક્યા. જેથી કરીને એમાં કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. ભારત સરકાર દ્વારા HRD મંત્રાલયથી પ્રકાશિત સમાચારોને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓએ ધોરણ 11ના પરીક્ષા લીધા વગર દરેકને પાસ કરવાનો હોવાની આશાએ વિદ્યાર્થીઓ રોડ પર ઉતર્યા હતા.