- સુરંગી ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો
- બ્લાસ્ટમાં ઘાયલ દુકાનદારનું સારવાર દરમિયાન મોત
- વહેલી સવારે 6ના વાગ્યાના સુમારે બ્લાસ્ટ થયો હતો
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સુરંગી ગામે ત્રણ રસ્તા નજીક નિલેશ દેવુ મિશાલના મકાનમા મા ચામુંડા હોટલ અને સ્વીટ નામની દુકાન આવેલી છે. ત્યાં ચાર દિવસ અગાઉ વહેલી સવારે 6 વાગ્યાના સુમારે દુકાનના સંચાલક દેરારાએ દુકાન ખોલ્યા બાદ ગેસ ચાલુ કરતા અચાનક સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.
2 કિલોમીટર દૂર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો
જેના કારણે દુકાનના સંચાલક દેરારામ હાથમાં અને શરીરના ભાગે દાઝી ગયો હતો. બ્લાસ્ટના કારણે દુકાનનો સામાન-પતરાના ફુરચેફુરચા ઉડી ગયા હતા. બ્લાસ્ટનો અવાજ એટલો હતો કે ગામથી બે કિલોમીટર દુર સુધી એનો અવાજ સંભળાયો હતો. જોરદાર ધડાકાને કારણે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.