ગુજરાત

gujarat

ETV Bharat / state

સેલવાસની લૉ કોલેજમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ - કોમર્સ એન્ડ સાયન્સ

સેલવાસ: સેલવાસા લાયન્સ ઈંગ્લિશ સ્કૂલ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ અને શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ college of law ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે છત્તીસગઢના નિવૃત ચીફ જસ્ટિસ યતીન્દ્રસિંહજી અને નિવૃત IFS અને લાયન્સ ક્લબ સેલવાસા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક કૃષ્ણદેવ સિંહજી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ નૃત્ય અને નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

annual festival
સેલવાસની લો કોલેજમાં વાર્ષિક ઉત્સવ

By

Published : Jan 13, 2020, 5:46 AM IST

Updated : Jan 13, 2020, 6:28 AM IST

સેલવાસા લાયન્સ ઈગ્લિશ સ્કૂલ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ અને શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ college of law ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. જેમાં કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વિવિધ સ્વરૂપોની ઝલક ગરબા, ઘુમ્મર, પંજાબી, મરાઠી, રાજસ્થાની અને શાસ્ત્રીય નૃત્યો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ સમાજમાં મહિલાઓની વધતી ભાગીદારી, પ્રકૃતિના રક્ષણ, પ્લાસ્ટિક નુકસાન, બાળમજૂરી, વસુધેવ કુટુંબકમના સંદેશ પર સુંદર રજૂઆત કરી હતી.

સેલવાસની લો કોલેજમાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો

કાર્યક્રમના અંતમાં સેલવાસા ચેરીટેબલ ટ્રસ્ટના લાયન્સ ક્લબના અધ્યક્ષ ફતેસિંહ ચૌહાણને ઉપસ્થિતમાં તમામ વિદ્યાર્થીઓનો અને વાલીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "શાળાના દરેક કાર્યક્રમમાં થતી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ઉત્સુકતા પ્રતિબિંબિત થઈ છે."

Last Updated : Jan 13, 2020, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details