દાદરા નગર હવેલીમાં આ વખતે લોકસભા ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ જામ્યો છે. ત્યારે આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભુ ટોકીયાએ પત્રકાર પરિષદ યોજી ભાજપ, શિવસેના અને અપક્ષ પાર્ટીના ઉમેદવારો પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. આ તમામ લોકો સંઘપ્રદેશની જનતાને ગુમરાહ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભાજપ અને અપક્ષના નેતાઓ પ્રદેશની જનતાને ગુમરાહ કરે છે :પ્રભુ ટોકીયા - DAMAN
સેલવાસ: લોકસભા ચૂંટણીને ગણતરી દિવસો બાકી રહ્યા છે. દાદરા નગર હવેલીમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી ભાજપ અને અપક્ષના નેતાઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પ્રભુ ટોકીયાએ જણાવ્યું હતું કે, આ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને અપક્ષ ઉમેદવાર પ્રદેશની જનતાને ગુમરાહ કરી રહ્યા છે.

સ્પોટ ફોટો
પ્રભુ ટોકીયાએ અપક્ષના નેતાઓ પર કર્યા આકરા પ્રહારો
પ્રભુ ટોકિયાએ ભાજપના સાંસદ નટુ પટેલ પર આક્ષેપ કર્યો હતો કે, આટલા વર્ષો સુધી પ્રદેશના હિત માટે અવાજ ઉઠાવ્યો નથી અને હવે ચૂંટણી આવી એટલે તેઓ આ બધા વાયદા કરે છે. જો અમે આ ચૂંટણી જીતીશું તો તમામ મુદ્દે અવાજ ઉઠાવીશું અને દરેક મુદ્દાના નિરાકરણ સાથે આ પ્રદેશમાં ખુશહાલી બહાલ કરશું તેવો વિશ્વાસ પ્રભુ ટોકીયાએ વ્યક્ત કર્યો હતો.