- સેલવાસમાં શાળા કાર્ય શરૂ થયું
- કોવિડ 19ની SOP મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો
- સરસ્વતી વંદન સાથે અભ્યાસક્રમ શરૂ કરાયો
સેલવાસ : સંઘપ્રદેશ સેલવાસમાં શિક્ષણ વિભાગ દ્વારા મધ્યમિક શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીનું વાતાવરણ ફેલાયું છે. કોવિડના નિયમોના ચુસ્ત પાલન સાથે શાળામાં પ્રવેશેલા વિદ્યાર્થીઓએ પણ પ્રથમ દિવસે ઉત્સાહિત જોવા મળ્યા હતા. શાળાના શિક્ષકોએ શાળા પ્રાંગણમાં તમામ વિદ્યાર્થીઓને આવકાર આપી સરસ્વતી વંદના કરાવી ક્લાસરૂમમાં અભ્યાસક્રમ શરૂ કર્યો હતો.
સરસ્વતી વંદના સાથે સેલવાસમાં શિક્ષણકાર્યનો પ્રારંભ કેન્દ્રની SOP મુજબ વ્યવસ્થા કરવામાં આવી
કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસમાં સોમવાર 18મી જાન્યુઆરીથી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓ શરુ થઇ છે. જે માટે કેન્દ્રની SOP મુજબ વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળામાં સૌપ્રથમ તમામ શાળાઓના શિક્ષકો તેમજ સ્ટાફનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક સાથે હેન્ડ સેનિટાઈઝરથી હાથને સ્વચ્છ કરાવી ટેમ્પ્રેચર ગનથી શરીરનું તાપમાન ચેક કરી શાળામાં સ્વાગત કર્યું હતું.
કોવિડ 19ની SOP મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો શાળામાં કોવિડ ગાઇડલાઈન મુજબ તમામ સુવિધા
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શાળાના સંચાલકો તેમજ MTSને ડિસઇન્ફેકશનની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. કોવિડ 19ના સંક્રમણને ધ્યાનમાં રાખીને શાળાઓને ડિસઇન્ફેકટેડ કરવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન, હેન્ડવોશ, બાથરૂમ ટોયલેટમાં સાબુ, સેનિટાઇઝેશન, નેપકીનની સગવડ ઉભી કરાવામાં આવી છે. કોઈ વિદ્યાર્થીને ટેમ્પ્રેચર વધુ હોય તો આકસ્મિક જરૂરિયાત માટે આઇસોલેશન રૂમ પણ બનાવાયો છે. શાળા સંચાલકો સતત સ્વાસ્થ્ય વિભાગના સંપર્કમાં રહી કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરી અભ્યાસક્રમને આગળ વધારશે, તેમ શાળાના શિક્ષકોએ જણાવ્યું છે.
વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક સાથે હેન્ડ સેનિટાઈઝરથી હાથને સ્વચ્છ કરાવી ટેમ્પ્રેચર ગનથી શરીરનું તાપમાન ચેક કરી શાળામાં સ્વાગત કર્યું 10 મહિના બાદ ક્લાસરૂમમાં ગુંજ્યો બાળકોનો આવાજ
શાળામાં પ્રથમ દિવસે આવનારા વિદ્યાર્થીઓએ પણ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 10 મહિના બાદ શાળાએ આવ્યા છીએ. શાળામાં અમારું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચોકલેટ આપી મીઠું મોઢું કરાવીને સેનિટાઈઝરથી હાથને સ્વચ્છ કરાવ્યા હતા. સરસ્વતી માતાની તસ્વીર સામે નમન કર્યા હતા. પ્રથમ દિવસે કોરોના ગાઇડલાઇનના પાલન સાથે અભ્યાસક્રમ શરૂ કરાવ્યો હતો, જે અમને ખૂબ જ ગમ્યું છે.
10 મહિના બાદ ક્લાસરૂમમાં ગુંજ્યો બાળકોનો આવાજ