આ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ માટે સ્કોલરશીપ, સ્વરોજગાર માટેના વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, મહિલાઓ પર થતી ઘરેલું હિંસા રોકવા માટે શરૂ કરેલા વન સ્ટોપ સેન્ટરની કામગીરી અને સેવા, વિધવા પેન્શન, સિનિયર સીટીઝન પેન્શન વગેરે વિષય પર મહત્વપૂર્ણ માર્ગદર્શન ઉપસ્થિત વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.
દાદરા નગર હવેલીઃ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન - program
સેલવાસઃ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય બાળ સુરક્ષા સોસાયટી અને મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા પ્રાથમિક શાળા સિંગરપાડા, માધ્યમિક શાળા જ્ઞાનમાતા 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દાદરા નગર હવેલીની શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન
મહિલા શક્તિ કેન્દ્રના મહિલા કલ્યાણ અધિકારી ડોક્ટર મીના ચંદારાણા દ્વારા આ સમગ્ર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય બાળ સુરક્ષા સેવાના રાજ્ય કાર્યક્રમ નિર્દેશક વસંત બરડેએ પોકસો એકટ, બાળ લગ્ન, સારો અને ખરાબ સ્પર્શ, બાળ મજુરી, બાળ અધિકાર વગેરે વિષય પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમના અંતમાં તમામ વિદ્યાર્થીઓને મહિલા હેલ્પલાઇન નંબર 181 અને ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1081ની જાણકારી પુરી પાડવા ટેસ્ટ કોલ કરી માર્ગદર્શન આપ્યું હતું.