ગુજરાત

gujarat

ETV Bharat / state

સેલવાસમાં પ્રફુલ પટેલના પૂતળાની સ્મશાન યાત્રા કાઢીને વિરોધ કરાયો - silvasa news

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રશાસક પ્રફુલ પટેલ સામે દરરોજ જનઆક્રોશ વધી રહ્યો છે. ડેલકર સમર્થીત લોકો રોજ અલગ અલગ વિસ્તારમાં પ્રફુલ પટેલના પૂતળા બાળી રહ્યા છે. પૂતળાને ફાંસી આપી રહ્યાં છે. લોકો હાય રે પ્રફુલ પટેલ હાય હાયના નારા લગાવીને સ્મશાન યાત્રા કાઢીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે.

Daman
Daman

By

Published : Mar 15, 2021, 10:47 PM IST

  • સેલવાસમાં જનઆક્રોશ યથાવત
  • મોહનભાઈને ન્યાય આપવાની માગ પ્રબળ બની
  • પ્રફુલ પટેલના પૂતળાની સ્મશાન યાત્રા કાઢી ફાંસી આપી

સેલવાસ : કેન્દ્રશાસિત દાદરા નગર હવેલીમાં સોમવારે પણ ડેલકર સમર્થીત લોકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. લોકોએ બ્રાહ્મણ ફળિયા, ડાંડુલ ફળિયા અને બાલદેવીમાં DNH & D&Dનાં પ્રશાસક પ્રફુલ પટેલના પૂતળાની સ્મશાનયાત્રા કાઢી, ફાંસી આપી, હાય રે પ્રફુલ પટેલ હાય હાય ના નારા લગાવી છાજીયા લીધા હતાં.

સેલવાસમાં પ્રફુલ પટેલના પૂતળાની સ્મશાન યાત્રા કાઢી અને ફાંસી આપી

ઝાડની ડાળે પૂતળાને લટકાવી ફાંસી આપી

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા બાદ દિવસો દિવસ પ્રશાસક પ્રફુલ પટેલ સામે જનઆક્રોશ વધી રહ્યો છે. સોમવારે પણ દાદરા નગર હવેલીના લોકોએ બ્રાહ્મણ ફળિયા, ડાંડુલ ફળિયા અને બાલદેવીમા પ્રશાસક પ્રફુલ પટેલના પૂતળાની સ્મશાનયાત્રા કાઢી હતી. ઝાડની ડાળે પૂતળાને લટકાવી ફાંસી આપી હતી. મહિલાઓએ હાય રે પ્રફુલ પટેલ હાય હાયના નારા લગાવી છાજીયા લીધા હતાં.

પ્રફુલ પટેલના પૂતળાની સ્મશાન યાત્રા

મહિલાઓએ પ્રફુલ પટેલના છાજીયા લીધા

વિરોધ કરનારા લોકોએ પ્રફુલ પટેલના પૂતળાને લાકડાના ફટકા, પથ્થરો મારી હાય રે પ્રફુલ પટેલ હાય હાયના નારા લગાવી છાજીયા લીધા હતાં. મોહનભાઈને ન્યાય આપો તેવી માગ કરી હતી. આ ઉપરાંત 1 પુરી તેલમાં પ્રફુલ પટેલ જેલમાં, એક પુરી તેલમાં પ્રફુલ પટેલ સ્મશાનમાં જેવા નારા લગાવીને પૂતળા પર ચપ્પલના હાર પહેરાવી, ચપલ્લનો વરસાદ વરસાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો

પૂતળા દહન

આ પણ વાંચો :બાલદેવી સ્મશાનગૃહમાં પ્રફુલ પટેલના પૂતળાને અગ્નિસંસ્કાર આપી સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો

ABOUT THE AUTHOR

...view details