ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં કોરોના મહામારી વચ્ચે ઉજવાયો 67મો મુક્તિ દિવસ - કલેકટર સંદીપ કુમાર સિંઘ

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં રવિવારે 67 માં  મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ,1954 ના રોજ ફિરંગી શાસનની બેડીમાંથી આઝાદી મેળવી સ્વતંત્ર થયું હતું. તેમજ 1961ના વર્ષમાં ભારતમાં વિલય થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયના સીધા વહીવટ સાથે સંઘપ્રદેશનો દરરજો પ્રાપ્ત થયો હતો. રવિવારે કલેકટર સંદીપ કુમાર સિંઘે આ દિવસની ઉજવણીના ભાગરૂપે ધ્વજ વંદન કરી પ્રજાજોગ સંદેશ પાઠવ્યો અને અને મુક્તિ દિવસની શુભકામના પાઠવી હતી.

Liberation Day
દાદરા નગર હવેલી

By

Published : Aug 2, 2020, 9:41 AM IST

દાદરા નગર હવેલી: આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સામાજિક અંતર સાથેની બેઠક વ્યવસ્થા રાખી, પૂરતા સુરક્ષા આયામો સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રદેશના લોકોને યુટ્યૂબના માધ્યમથી જીવંત પ્રસારણ દ્વારા ઉજવણીમાં સામેલ કરવામાં આવ્યા હતા. પ્રશાસક પ્રફુલ પટેલ આ દિવસે મુક્તિદિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા નહોતા. જ્યારે કલેકટરે ધ્વજવંદન કરી પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો.

આ ઉજવણીમાં પોલીસ જવાનો ઉપરાંત દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકર સહિતના રાજકીય આગેવાનો, પદાધિકારીઓ અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે કોરોના મહામારીમાં પ્રદેશમાં દેશને માસ્ક, દવા, PPE કીટની માંગને ઉદ્યોગોએ પુરી કરી હોવાનું અને પ્રદેશમાં અનેક સેવાકીય કામગીરી હાથ ધરી હોવાની વિગતો કલેકટર સંદીપ કુમારે આપી હતી.

ABOUT THE AUTHOR

...view details