ગુજરાત

gujarat

ETV Bharat / state

સેલવાસમાં યુવાનોને ગાંજાના વ્યસની બનાવતાં 2 ઇસમોની ધરપકડ, પોલીસે 1095 ગ્રામ ગાંજો જપ્ત કર્યો - ક્રાઈમ

સેલવાસ પોલીસે બાતમી આધારે બે વ્યક્તિઓને 1095 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યાં હતાં. કોર્ટે બંનેના 4 જૂન સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પકડાયેલ બંને ઈસમો મૂળ મહારાષ્ટ્રીયન છે અને દાદરા નગર હવેલીમાં યુવાનોને ગાંજાના બંધાણી બનાવતા હતાં.

સેલવાસમાં યુવાનોને ગાંજાના વ્યસની બનાવતાં 2 ઇસમોની ધરપકડ, પોલીસે 1095 ગ્રામ ગાંજો જપ્ત કર્યો
સેલવાસમાં યુવાનોને ગાંજાના વ્યસની બનાવતાં 2 ઇસમોની ધરપકડ, પોલીસે 1095 ગ્રામ ગાંજો જપ્ત કર્યો

By

Published : Jun 3, 2021, 2:09 PM IST

Updated : Jun 3, 2021, 2:18 PM IST

  • દાદરા નગર હવેલીમાં યુવાનોને ગાંજાના બંધાણી બનાવતાં પકડાયાં
  • 2 ઇસમોની સેલવાસ પોલીસે કરી ધરપકડ
  • 10,950ની કિંમતનો ગાંજો કબજે કર્યો


સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના યુવાવર્ગમાં ગાંજાનો નશો કરવાનું પ્રમાણ વધ્યું હોવાની ફરિયાદ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના DIGP વિક્રમજીત સિંઘને મળી હતી જે બાદ તેમણે નિર્દેશ આપ્યો હતો કે ડ્રગના આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે જે આધારે સેલવાસ પોલીસે 2 ઇસમોની દબોચી લઈ 10,950ની કિંમતનો ગાંજો કબ્જે કરી 4 દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે.

સેલવાસમાં ચલાવતા હતા ગાંજાનું નેટવર્ક


સેલવાસ પોલીસ અધિક્ષક હરેશ્વર વી. સ્વામીએ ડ્રગ સપ્લાય કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા એક ટીમ બનાવી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે આધારે 31મી મેં ના પોલીસની એક ટીમ પીપરીયા આઉટ પોસ્ટ વિસ્તારમાં રૂટિન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અમલી નજીક DN09-H-0013 નંબરની મોટરસાયકલ પર નીકળેલા 2 શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવવા જતા તેઓએ ભાગવાની કોશિશ કરી હતી. જેમાં એક ઇસમના હાથમાં એક થેલી હતી. તેમના આ વિચિત્ર વર્તન જોઈને પોલીસે તેમને પકડી પાડ્યાં હતાં. પોલીસે પકડાયેલ ઇસમ વસંત નાગો કોળી પાસે રહેલ કેરીબેગની તલાશી લીધી હતી, જેમાંથી 10,950ની કિંમતનો 1095 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર: ભાજપ નેતા રાકેશ પંડિતાની ગોળીમારી હત્યા

કોર્ટે 4 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

પોલીસે વસંત નાગો કોળી અને ખંડુ ભાટા પાટીલ નામના બને યુવકની ધરપકડ કરી એનડીપીએસ અધિનિયમ 1985 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 04/06/2021 સુધીના કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીમાં આવા ડ્રગ સપ્લાય કરતા ઈસમો સ્થાનિક યુવાનોને ડ્રગના વ્યસની બનાવી રહ્યાં છે. એ પહેલાં પણ સેલવાસમાંથી ગાંજાનું વેચાણ કરતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃ દાદરા નગર હવેલીના ખાનવેલમાં મોબાઇલ લૂંટનારા 4 આરોપીઓ એક મહિને ઝડપાયા

Last Updated : Jun 3, 2021, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details