ગુજરાત

gujarat

ETV Bharat / state

100 વર્ષે આવ્યો 4 યોગનો અનોખો સંયોગ, શનિધામે જામી શ્રદ્ધાળુઓની ભીડ - celebration

દાદરા નગર હવેલી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રકૃતિની ગોદમાં વસેલા બોન્ટા-રાંધા વિસ્તારમાં આવેલ શનિધામ ખાતે સોમવારે ભક્તોની ભીડ ઉમટી હતી. 100 વર્ષ બાદ સોમવારે એક સાથે 4 યોગનો શુભ સંયોગ રચાયો છે. શનિ જયંતિ, સિદ્ધિ યોગ, વટ સાવિત્રી અને સોમવતી અમાસ એક સાથે હોય આ દિવસનું ખૂબ જ મહત્વ હોવાનું શનિધામના પૂજારીએ જણાવ્યું હતું.

dadra

By

Published : Jun 4, 2019, 5:29 AM IST

દાદરા નગર હવેલી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રકૃતિની ગોદમાં વસેલા બોન્ટા-રાંધા વિસ્તારમાં આવેલ શનિધામ ખાતે સોમવારે ભક્તોની ભીડ ઉમટી હતી. 100 વર્ષ બાદ સોમવારે એક સાથે 4 યોગનો શુભ સંયોગ રચાયો હતો. શનિ જયંતિ, સિદ્ધિ યોગ, વટ સાવિત્રી અને સોમવતી અમાસ એક સાથે હોય આ દિવસનું ખૂબ જ મહત્વ હોવાનું શનિધામના પૂજારીએ જણાવ્યું હતુ.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલુ બોન્ટા-રાંધા શનિધામ શનિદેવના ભક્તો માટે દર્શનનું પ્રિય સ્થળ છે. મહારાષ્ટ્રમાં આવેલ શનિ શિંગળાપુર, ત્રંબકેશ્વર મહાદેવ સપ્તશૃંગી માતાજી અને શિરડી સાઈ બાબાના દર્શનનો લાભ એક જ જગ્યાએ મળી શકે તે ઉદ્દેશ્યથી બોન્ટા ખાતે આ તમામ દેવોની સ્થાપના કરવામાં આવી છે. જેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બોન્ટા-રાંધા ખાતે દર્શનાર્થે આવી રહ્યા છે. એમાં પણ સોમવારે ન્યાયના દેવતા શનિદેવનો પ્રાગટ્ય દિવસ હોય શનિ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને શનિદેવને તેલ ચડાવી, હોમ હવન કરી શનિદેવના આશીર્વાદ મેળવ્યાં હતાં.

પૂજારી બિપિન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, બોન્ટા- રાંધા વિસ્તાર એક જંગલ વિસ્તાર હતો. તે બાદ અહીં શનિ ભગવાનની સ્થાપના કરવામાં આવી અને તે સાથે જ હજારો શ્રદ્ધાળુઓના આવાગમનથી આ વિસ્તાર ચહલ-પહલ ભર્યો બન્યો છે. શનિવારે આ શનિધામ પર રાજસ્થાન, મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ સ્થળ પર્યટન સ્થળ તરીકે પ્રસિદ્ધ થઈ રહ્યું છે. આ ઉપરાંત હનુમાનજી અને ગણેશજીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હોય શ્રદ્ધાળુઓએ શિરડી, ત્રંબકેશ્વર કે સપ્તશૃંગી સુધી પોતાની માનતા પૂરી કરવા માટે જવું પડતું નથી. અહીં જ તેમની માનતા પુરી કરી શકે છે.

100 વર્ષે આવ્યો 4 યોગનો અનોખો સંયોગ, શનિધામે જામી શ્રદ્ધાળુઓની ભીડ
આ દિવસ અંગે પૂજારી બીપીન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 3 જુન સોમવાર ચાર યોગનો સંયોગ ધરાવતો દિવસ છે. આજે એક તરફ શનિ ભગવાનનો પ્રાગટ્ય દિવસ શનિ જયંતિ છે. તો, તે સાથે જ સિદ્ધિયોગ, વટ સાવિત્રી અને સોમવતી અમાસ પણ છે. આ દિવસ 100 વર્ષે એક વાર આવ્યો છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ શનિદેવની પૂજા અર્ચના કરે છે. તો સૌભાગ્યવતી સ્ત્રીઓ પીપળો અને વડ નું સામ્ય ધરાવતાં વૃક્ષની પૂજા પણ કરી રહ્યા છે.

સોમવારના દિવસે પૂજા કરવાથી ધન,ધાન્ય, લક્ષ્મી, આયુષ્ય, દીર્ઘઆયુષ્યની પ્રાપ્તિ થાય છે. એ સાથે જ ચાલતી સાડાસાતીની પનોતી અને મહાદશામાં પણ લાભ થાય છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ શનિદેવને તેલ ચડાવી હોમ હવનમાં ભાગ લઇ પોતાનું કલ્યાણ ઈચ્છી રહ્યા છે. સોમવારની શનિ અમાવસ્યા નિમિત્તે ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારના દિવસે પૂજારીએ જણાવ્યું હતું કે, શનિ ભગવાન સૌરાષ્ટ્રમાં ખુલ્લા આકાશ નીચેથી મળી આવ્યા હતા તે ખુલ્લા આકાશ નીચે બિરાજમાન ન્યાયના દેવતા છે.

શનિધામ મંદિરે શનિ અમાવસ્યાને ધ્યાને રાખી દર્શને આવેલા શ્રદ્ધાળું જણાવ્યું હતું કે, બોન્ટા- રાંધા શનિધામ ખાતે આ પહેલા પણ તે ત્રણ-ચાર વખત આવી ગયા છે. તેમની દરેક મનોકામના પૂર્ણ કરી છે. તેથી શનિદેવમાં તે અતૂટ વિશ્વાસ ધરાવે છે. તો, એ જ રીતે અન્ય મહિલા શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, દર વર્ષે શનિ જયંતિ નિમિત્તે તે દર્શનાર્થે આવે છે. ઉલ્લેખનીય છે કે, બોન્ટા- રાંધા ખાતે આવેલું શનિધામ ભક્તોમાં અનેરી શ્રધ્ધા ધરાવે છે. દર શનિવારે અને શનિ જયંતિ, શનિ અમાવસ્યા નિમિત્તે દૂરદૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવી ને ન્યાયના દેવતા પાસે પુણ્યનું ભાથું બાંધે છે.

ABOUT THE AUTHOR

...view details