છોટા ઉદેપુર: માનવી દુનિયામાં જન્મ લઇને આવે ત્યારથી લઇને મૃત્યુ પામે ત્યાર સુધી અને ત્યારબાદ પણ પરિવાર સાથે એક એવો નાતો હોય છે જે ક્યારેય ખતમ થતો નથી. વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી નાતો જીવંત હોય છે. વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેની સાથેનો જીવંત નાતો પૂર્ણ થાય છે અને ભાવનાત્મક નાતો શરૂ થાય છે. છોટા ઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમાજની માન્યતા મુજબ તેઓ પોતાના પૂર્વજોને સ્વર્ગમાં નથી મોકલતા, પરંતું ખતરી દેવના સ્વરૂપમાં જમીન પર પોતાની સાથે (Worship Of Ancestors By Tribes) રાખે છે.
ખતરી દેવના સ્વરૂપમાં પૂર્વજોને પોતાની સાથે રાખે છે આદિવાસીઓ. 1909માં પૂર્વજોની પેઢી બેસાડવામાં આવી
આવી જ એક પરંપરા મૂજબ છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાનાં બૈડીયા ગામ (baidia village chhota udepur)ના જમોરિયા ગોત્ર ધરાવતા પરિવારે 113 વર્ષ પૂર્વે 1909માં પૂર્વજોની પેઢી બેસાડી હતી અને 113 વર્ષ બાદ ફરી પોતાના કુટુંબમાં મૃત્યુ પામેલા પૂર્વજોને ખતરી દેવના સ્વરૂપમાં કરુડિયા ઈન્દની ઉજવણી સાથે સ્થાપના કરી છે. ક્વાંટ તાલુકાના બૈડીયા ગામના સંજય રાઠવા સાથે જમોરિયા ગોત્ર વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, અમારા ગોત્રના પૂર્વજોની વર્ષ 1909માં પૂર્વજોની પેઢી બેસાડવામાં આવી હતી.
આ પણ વાંચો:છોટા ઉદેપુર જિલ્લામાં આદિવાસી પરંપરા મુજબ લોકોએ દેવની પેઢી બદલી
પૂર્વજોના પ્રતીકો બનાવી સાગના ઝાડની પૂજા વિધિ કરવામાં આવે છે
ત્યારબાદ અમારા કુટુંબમાં જેટલાં પૂર્વજો અવસાન પામ્યા છે તે પૂર્વજોની આ વર્ષે અમે રૂપિયા એક લાખનો ખર્ચ કરીને પેઢીને ખતરી દેવનાં સ્વરૂપે પેઢી બેસાડી છે. કુટુંબમાં અવસાન પામેલા પૂર્વજો વિશે વાત કરતા સંજય રાઠવા જણાવે છે કે, જમોરિયા ગોત્રના પૂર્વજ દીતિયા હોરમા રાઠવા કે જેઓ અમારા પરદાદા એ બૈડીયા ગામ (tribes in chhota udaipur)માં વસવાટ કર્યા હતો. એના અમે વંશજો છીએ, જેથી અમારા ખાનદાનમાં જે અમારા પૂર્વજો અવસાન પામ્યા છે તે પૈકીના 1 દિતિયા હોરમાં, 2 ગુરુજી દીતિયા, 3 ઉદા દીતિયા, 4 સુરતાન દિતીયા, 5 અશ્વિન સુરતાન કે આ પૂર્વજો અવસાન પામ્યાં છે તેઓનાં પ્રતીકો બનાવવાં વિધિવત્ રીતે સાગના ઝાડની પૂજા વિધી કરવામાં આવી છે.
કરુડિયા ઇંદની ઉજવણી કરવાનું આયોજન
તેમણે જણાવ્યું કે, સાગના લાકડામાંથી પ્રતીકો ઘડાવીને અમારા ગોત્રના તમામ સગાજનો દ્વારા ભેગા મળી ખતરી દેવની સ્થાપના કરવા કરુડીયા ઇંદની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. આદિવાસી સમાજ (Trible Community Gujarat)ની માન્યતા છે કે કુટુંબમાં જે પૂર્વજો અવસાન પામ્યાં હોય તે પૂર્વજના નામનું સાગના લાકડામાંથી પ્રતીક ઘડવામાં આવે છે અને તેની ઘરના વાડામાં ખતરી દેવ તરીકે સ્થાપના કરવામાં આવતી હોય છે અને આ પૂર્વજ ખતરી દેવને દર વર્ષે ખેતીનું નવું ધાન ધરવામાં (Worship Of Ancestors In Trible Community) આવે છે. તેમજ વાર-તહેવાર હોય કે લગ્ન પ્રસંગ હોય તો ખતરી દેવને સૌથી પહેલાં આમંત્રણ આપવામાં આવતું હોય છે.
આ પણ વાંચો:Counterfeit notes business: છોટાઉદેપુરના ખેડૂતને નકલી નોટો પધરાવી દેનાર ગુનેગારને પોલીસે ઝડપ્યો
ઘરના વાડામાં કરવામાં આવે છે પૂર્વજની સ્થાપના
આદિવાસી સમાજની માન્યતા રહી છે કે, જો પૂર્વજોએ લાડકોડથી સંતાનોને મોટા કર્યા હોય અને તેઓ અવસાન પામે તો તેઓને દેવી-દેવતાના સ્વરૂપમાં ખતરી દેવ તરીકે સ્થાપના કરવામાં આવે છે. પેઢી દર પેઢી ખતરી દેવને ઘરના વાડામાં તો દાદીને કુળદેવીના સ્વરૂપમાં ઘરલી દેવી તરીકે પ્રકૃતિ પૂજા (Nature worship By Trible In Gujarat) સાથે ઇંદ ઉજવીને પૂર્વજોની કૃપાથી સાજા-માજા રાખે તેવી કામના કરતા હોય છે. ઘરના પૂર્વજો લાડકોડથી મોટા કરી લાલન-પાલન કર્યું હોય અને તે અવસાન પામ્યા બાદ પણ પુરૂષ પૂર્વજને ખતરી દેવ અને સ્રી પૂર્વજને ઘરલી તરીકે દેવી-દેવતાના સ્વરૂપમાં જમીન પર પોતાની સાથે રાખવામાં આવે છે. પૂર્વજોની કૃપાથી આશીર્વાદ મેળવવાની એક માન્યતા છે.