ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટા ઉદેપુરમાં મેઘરાજાની અતિમહેર બની કહેરઃ બોડેલીમાં ધાબા, નળિયા સુધી ઘરો પાણીમાં ડૂબી ગયાં - છોટા ઉદેપુરમાં મેઘરાજા

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે છોટા ઉદેપુરમાં ભારે વરસાદ (Heavy rain in Chhotaudpur)પડ્યો હતો. જિલ્લામાં છેલ્લાં 24 કલાક જિલ્લામાં 24 કલાકમાં 81 ઇંચ વરસાદ( monsoon 2022 in gujarat )ખાબક્યો છે. ભારેથી અતિભારે વરસાદે રવિવારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં એકમાળ ડૂબીજાય એટલું પાણી ભરાયજતાં લોકો મકાનની છત ઉપર આશરોલીધો હતો.

છોટા ઉદેપુરમાં મેઘરાજાની અતિમહેર બની કહેરઃ બોડેલીમાં ધાબા, નળિયા સુધી ઘરો પાણીમાં ડૂબી ગયાં
છોટા ઉદેપુરમાં મેઘરાજાની અતિમહેર બની કહેરઃ બોડેલીમાં ધાબા, નળિયા સુધી ઘરો પાણીમાં ડૂબી ગયાં

By

Published : Jul 11, 2022, 2:41 PM IST

છોટાઉદેપુર: જિલ્લામાં ગઈ કાલ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો( Rain News Gujarat )હતો. જે રાત્રીના સમયે પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે જિલ્લાના બોડેલી નગર સહિત નસવાડી, કવાંટ અને જેતપુર પાવી તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદી (Rain In Gujarat)પાણી ભરાઇ જવાની ઘટના બની હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયસૂચકતા(Heavy rain in Chhotaudpur) વાપરી અસરગ્રસ્ત વિસ્તારના લોકોની બચાવ અને રાહત કામગીરી હાથ ધરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

બોડેલીમાં ભારે વરસાદ

ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ -બોડેલી પ્રાંતના પ્રાંત અધિકારી(Monsoon Gujarat 2022)સાથે વાત કરતાં તેઓ જણાવ્યું હતું કે ગઈ કાલે મુસડધાર વરસાદને લઇને બોડેલી નગરમાં 24 કલાકમાં 20 ઇંચ કરતાં વધુ વરસાદને કારણે બોડેલી નગર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, નીચાણ વાળા વિસ્તારનાં દીવાન ફળીયા, રજાનગર વિસ્તારમાં એકમાળ ડૂબીજાય એટલું પાણી ભરાયજતાં લોકો મકાનની છત ઉપર આશરોલીધો હતો.

લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યાં -ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી (Rain News Chhotaudpur)તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય માટે બોડેલી ખાતે બે એસ. ડી. આર. એફની ટીમ, 1 અગ્નિશામક દલ દ્વારા બચાવ અને રાહત કાર્ય કરવામા આવ્યું હતું. નસવાડી અને પાવીજેતપુર તાલુકામાં સ્થાનિક તરવૈયાની મદદથી બચાવ અને રાહત કાર્ય કરવામા આવ્યું હતું, મોડી રાત સુધી બચાવ કાર્ય દરમિયાન બોડેલી તાલુકાના 22 ગામો માંથી 2555 જેટલાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યાં છે. તેમ પ્રાંત અધિકારી ઉમેશ શાહ જણાવ્યું હતું.

પશુઓના મોત થયા -જેતપુર તાલુકાનામાં પણ ધોધમાર વરસાદને લઇને બારાવાડ ગામના ભક્તિ ફળિયામાં પાણી ઘુસી જતાં ઘાસચારો તણાઈ ગયો હતો. જયારે ઘરોમાં પાણી ઘુસી જતાં ઘરવખરી સમાનને નુકસાન થયું છે. લોકોના ટ્રેકટર પણ પાણીના પ્રવાહમાં દૂર દૂર સુધી તણાય ગયાં હતાં. જયારે છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના તંબોલીયા ગામે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સાત પશુઓના મોત થયાં હતાં. પાવીજેતપુર તાલુકાના તંબોલીયા ગામે ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ એકાએક વધી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તબેલામાં બાંધેલા સાત પશુઓના સ્થળ ઉપર કરુણ મોત થયા હતા.

આ પણ વાંચોઃRain in Surat : ગોડધા ડેમ ઓવરફ્લૉ થતાં નયનરમ્ય દ્રશ્ય

લોકોને હાલાકી નો સામનો કરવો પડ્યો -પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકામાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા તંબોલીયા ગામે મોડી સાંજે એકાએક પાણીનો પ્રવાહ વધી જતા નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. તંબોલીયા ગામના સંજયભાઈ વિઠ્ઠલભાઈ રાઠવાના તબેલામાં તેમજ ઘરમાં એકાએક પાણીનો પ્રવાહ વધી જતા તબેલામાં બાંધેલા 19 પશુઓમાંથી 7 પશુઓના સ્થળ પર જ કરું મોત થયા હતા. તબેલામાં તેમજ ઘરમાં કમર સુધી પાણી ભરાઈ જવાના કારણે સંજયભાઈએ પોતાના માતા, પિતા તેમજ નાના પશુઓને પોતાના ઘરના બીજા માળ ઉપર લઈ જઈ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.તંબોલીયા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર કમર સુધીનું પાણી ભરાઈ ગયું હતું. પાવીજેતપુર તાલુકાના મોરાડુંગરીથી બગલીયા રોડ વચ્ચેનો રસ્તો ધોવાઈ જતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે ખાંટીયાવાંટ સુધીના 15થી વધુ ગામોની જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રસ્તો ધોવાઈ ગયો -પાવીજેતપુર તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં મોરાડુંગરીથી બગલીયા જતો રસ્તો ધોવાઈ ગયો હતો. સ્વાભાવિક રીતે જ રસ્તો ધોવાઈ જતા તંત્રને રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. રસ્તો ધોવાઈ જવાના કારણે મોરાડુંગરી,બગલ્યા, રંગપુર, મુંગલવાંટ, લાલપુર,ખેરાકા,જીતનગર, વંકલા, ચલામલી, કરંજવાંટ, વગેરે 15થી વધુ ગામની જનતાને ખાંટિયાવાટ થઈને વાયા કલારાણી થઈ બોડેલી જવું પડશે જેમાં 25 થી વધુ કિલોમીટરનો ફેરો પડશે.

છોટા ઉદેપુરમાં વરસેલો વરસાદ -છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લાં 24 કલાક જિલ્લામાં 24 કલાકમાં 81 ઇંચ વરસાદ ખાબક્યો છે. છોટા ઉદેપુર તાલુકામાં 330 મીમી 13.2 ઇંચ, જેતપુર પાવી તાલુકામાં 403 મીમી 16.12 ઇંચ, સંખેડા તાલુકામાં 188 મીમી 7.52 ઇંચ, નસવાડી તાલુકામાં 135 મીમી 5.4 ઇંચ. બોડેલી તાલુકામાં 449 મીમી 17.96 ઇંચ, કવાંટ તાલુકામાં 432 મીમી 17.28 ઇંચ.

આ પણ વાંચોઃવરસાદમાં ફસાયેલા દર્દીનું કરવામાં આવ્યું રેસ્ક્યૂ, Live Video

ભારે વરસાદને લઈને ખેતીને નુકસાન -ભારે વરસાદને લઈને જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 16 જેટલાં જાહેર રસ્તા બંધ કરવામાં આવ્યાં હતાં. તે રસ્તાઓ પણ આજે સવારથી ખુલ્લા થતાં વાહન વ્યવહાર પણ શરૂ થયો છે. જોકે આજે સવારથી છોટા ઉદેપુર જિલ્લામાં ઉઘાડ નીકળતાં જિલ્લામાં ભરાયેલા પાણી ઓસરી ગયા છે, જોકે ભારે વરસાદને લઈને ખેતીને પણ ભારે નુકશાન થયું છે અને હવે પાણી ઓસરી જતાં જન જીવન પૂર્વવત થવા લાગ્યું છે.

ABOUT THE AUTHOR

...view details