ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટા ઉદેપુરમાં આદિવાસી સમાજે નરેન્દ્ર રાઠવાને મુક્ત કરવા કલેકટરને આવેદનપત્ર આપ્યું - society

છોટા ઉદેપુરઃ બુધવારે પોલીસે નગરપાલિકા પાસે તારીખ 28ના રોજ નરેન્દ્ર રાઠવાની પાસા હેઠળ અટકાયત કરી હતી, તેના વિરુદ્ધમાં સમગ્ર આદિવાસી સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતુું કે, અમારા સમાજના સામાજિક કાર્યકર અને આગેવાનની સદંતર ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 3, 2019, 5:36 PM IST

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતુું કે, નરેન્દ્ર રાઠવાએ અમારા વિસ્તારના અને સમાજના પાયાના પ્રશ્નો જેમકે, પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી, શિક્ષણ, આરોગ્ય માટે અગ્રેસર રહ્યા છે. ખાસ રાઠવા, નાયક, ધનક, ભીલ, તળવી, જેવા સમુદાયો સાથે ખોટી રીતે કોળી શબ્દ ઉમેરીને અમારી આદિવાસી ઓળખ સામે ઊભા કરાયેલ પ્રશ્નો સામે અવાજ દબાવવો, વિકાસને લગતી યોજનાઓના અમલીકરણ માટેનો અવાજને દબાવવા અને અમને લોકોને મૂળ મુદ્દાઓથી ભટકાવવાનું આ સુનિયોજિત કાવતરું છે.

નરેન્દ્ર રાઠવાને મુક્ત કરવા આવેદનપત્ર આપ્યુ

આ ઉપરાંત, નરેન્દ્ર રાઠવા અમારી ન્યાયિક માંગણીઓ માટે આંદોલનોમાં અગ્રેસર રહ્યા છે. જેથી તેમના પર પોલીસે ખોટા કેસ કરીને પાસા હેઠળ અટકાયત કરીછે. જેથી તેમને છોડવામાં આવે તેવી માંગણી અને રજૂઆત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details