ગુજરાત

gujarat

ETV Bharat / state

Tribal Community Chhota Udepur: આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા 'ઈસમો' શબ્દનો પ્રયોગ થતાં ભડક્યા વિરોધ પક્ષના નેતા, સરકારને આપી ચીમકી

આદિજાતી વિકાસ કોર્પોરેશન (Gujarat Tribal Development Corporation) પ્રસિદ્ધ લોન સહાયની જાહેરાતમાં આદિજાતી 'ઈસમો' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આને આદિવાસી સમાજ (Tribal Community Chhota Udepur)ના લોકોનું અપમાન ગણાવ્યું છે.

Tribal Community Chhota Udepur: આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા 'ઈસમો' શબ્દનો પ્રયોગ થતાં ભડક્યા વિરોધ પક્ષના નેતા, સરકારને આપી ચીમકી
Tribal Community Chhota Udepur: આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા 'ઈસમો' શબ્દનો પ્રયોગ થતાં ભડક્યા વિરોધ પક્ષના નેતા, સરકારને આપી ચીમકી

By

Published : Jan 20, 2022, 6:29 PM IST

છોટા ઉદેપુર: ગુજરાત સરકારના આદિજાતી વિકાસ કોર્પોરેશન (Gujarat Tribal Development Corporation) દ્વારા તારીખ 16 જાન્યુઆરીના રોજ આદિવાસી સમાજ (Tribal society Chhota Udepur)ના લોકોના ઉત્થાન માટે લોન સહાય (Loan assistance for tribal In Gujarat)ની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં આદિજાતી 'ઈસમો' શબ્દનો ઉપયોગ કરવામાં આવતાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આદિવાસી સમાજના લોકોનું અપમાન ગણાવી પ્રતિક્રિયા આપી છે.

વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આદિવાસી સમાજના લોકોનું અપમાન ગણાવી પ્રતિક્રિયા આપી છે.

હાલની સરકાર આદિવાસીઓને દાખલા આપવા અંગે વિસંગતા ઊભી કરે છે

વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, હાલની વર્તમાન સરકાર આદિવાસીઓને દાખલા આપવા અંગે વિસંગતતા ઊભી કરે છે, જેમાં સુધારો લાવવા અંગે રજૂઆત કરાઇ છે. આદિવાસીઓને દાખલા આપવામાં 1980 સુધીના દાખલા આપવા અથવા તો 1980ની કટ ઓફ ડેટ રાખીને આદિવાસીઓને દાખલા આપવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે એનું અમલીકરણ અટકાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

સરકાર પરિણામ ભોગવવા તૈયાર રહે

તેમણે કહ્યું કે, અમે છોટા ઉદેપુરજિલ્લાના ભાજપા (BJP Workers Chhota Udepur) અને કોંગ્રેસના કાર્યકરો (Congress Workers Chhota Udepur) ભેગા મળીને સરકારને ચેતવણી આપીએ છીએ કે અમારા છોટા ઉદેપુર જિલ્લાને એમાં બાકાત રાખવા માંગતા હોય તો એનું પરિણામ સરકાર ભોગવવા તૈયાર રહે. છોટા ઉદેપુર જિલ્લાના રાઠવા સમાજ તેમજ આદિવાસી સમાજને નુકસાન થાય તેવી બંધ બારણે ચર્ચાઓ થઈ રહી છે. આ બાબતનો અમે સખ્ત વિરોધ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો:Sukhram Rathva At Ambaji : વિધાનસભામાં વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા અંબાજી પહોચ્યાં, શું માગ્યું?

બંધ એલાન આપશે

જરૂર પડ્યે અમે 21 જાન્યુઆરીના રોજ સરકારને આવેદન પત્ર આપવાના છીએ. એમાં કોઈ નીચોડ નહીં આવે તો 24 જાન્યુઆરીના રોજ છોટા ઉદેપુર જિલ્લા બંધનું એલાન આપી છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી (Tribal Community Chhota Udepur)ઓ પક્ષા-પક્ષથી ઉપર ઊઠી સમાજ સાથે અહિત ન થાય એ માટે જરાય સાંખી લેવાશે નહીં તેમ આજની મિટિંગમાં નિર્ણય લેવાયો છે.

આદિવાસીઓનું અપમાન કરવામાં આવ્યું

16મી જાન્યુઆરીના રોજ આદિજાતી વિકાસ કોર્પોરેશન દ્વારા પ્રસિદ્ધ થયેલી જાહેરાતમા 'આદિવાસી 'ઈસમો' જેવા શબ્દ પ્રયોગ કરીને આદિવાસીઓનું અપમાન કરવામાં આવ્યું છે અને આ યોજનાઓનો લાભ પણ ચોક્કસ પાર્ટીનાં લોકોને જ મળે છે તેમ સુખરામ રાઠવાએ જણાવ્યું હતુ.

આ પણ વાંચો:Gujarat Congress New President જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા CLP, સત્તાવાર આજે કરશે જાહેરાત

ABOUT THE AUTHOR

...view details