છોટાઉદેપુર બેઠક ઉપર આખરે ભાજપે ઉમેદવાર જાહેર કર્યો છે. છોટાઉદેપુર બેઠક ઉપરથી સતત બે ટર્મથી જીતતા આવેલા ચાલુ સાંસદ રામસિંહ રાઠવાની ટિકિટ કાપી ભાજપે ગીતાબેન વજેસિંહ રાઠવા ઉપર વિશ્વાસ મૂક્યો છે. ગીતાબેન રાઠવાનું નામ જાહેર થતા સમર્થકોમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ખુશીનો માહોલ છે. ગીતાબેન રાઠવા પોતાના નિવાસ્થાન કવાંટ તાલુકાની સૈડીવાસન બેઠક ઉપર 1996થી 5 વખત સતત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.
BJP ઉમેદવાર ગીતા રાઠવા સાથે ETV Bharatની ખાસ વાતચીત - Election
છોટાઉદેપુરઃ ભાજપે છોટાઉદેપુર બેઠક ઉપર મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને ટિકિટ આપી છે. ચાલુ સાંસદ રામસિંહ રાઠવાની ટિકિટ કાપી છોટાઉદેપુર બેઠક ઉપર પ્રથમવાર મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
bjp
જ્યારે છોટાઉદેપુર જિલ્લો વડોદરામાં સમાવિષ્ટ હતો, ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. હવે છોટાઉદેપુર બેઠક ઉપર રાઠવા સામે રાઠવાનો જંગ ખેલવા જઈ રહ્યો છે. ગીતાબેનની સીધી ટક્કર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવા સાથે છે. ગીતાબેન રાઠવાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.