ગુજરાત

gujarat

ETV Bharat / state

બોડેલીના મારુતિ કોટન જીનના અધિકારીઓએ ત્રણ પત્રકારોનો કર્યો ઘેરાવો - કોસિન્દ્રા

છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના કોસિન્દ્રા પાસે આવેલ મારુતિ કોટન જિન ખાતે CCI દ્વારા કાર્યરત ખરીદ કેન્દ્ર પર કપાસ વેચવા આવેલ ખેડૂતોની પીડાને ઉજાગર કરવા પહોંચેલ મીડિયા કર્મીઓનો ઘેરાવો કરવામાં આવ્યો હતો, ત્રણ ખાનગી ચેનલના પ્રતિનિધિઓને જિન માલિક અને CCIના પ્રતિનિધિઓ અને વેપારીઓ દ્વારા અડધો કલાક સુધી પત્રકારોને બંદી બનાવવામાં આવ્યા હતા.

બોડેલીના મારુતિ કોટન જીનના માલિક, કર્મચારી અને અધિકારીઓએ ત્રણ પત્રકારોનો કર્યો ઘેરાવો
બોડેલીના મારુતિ કોટન જીનના માલિક, કર્મચારી અને અધિકારીઓએ ત્રણ પત્રકારોનો કર્યો ઘેરાવો

By

Published : Dec 23, 2020, 3:22 PM IST

Updated : Dec 23, 2020, 3:44 PM IST

  • ખેડૂતોના પ્રશ્નને વાચા આપવા પહોચેલા મીડિયા કર્મીનો ઘેરાવો
  • કેમેરા તેમજ મોબાઈલ ઝૂંટવી લેવાનો કરાયો પ્રયાસ
  • મીડિયા કર્મીઓને અડધો કલાક સુધી બંધી બનાવ્યા
    બોડેલીના મારુતિ કોટન જીનના માલિક, કર્મચારી અને અધિકારીઓએ ત્રણ પત્રકારોનો કર્યો ઘેરાવો

છોટા ઉદેપુરઃ જિલ્લાના બોડેલીના કોસિન્દ્રા ખાતે સીસીઆઈ દ્વારા ગેરકાયદેસર કપાસની ખરીદી કરવાના તેમજ કપાસ વેચવા આવેલા ખેડૂતોને પડતી હાલાકી જેવા પ્રશ્નોને વાચા આપવા પહોંચેલા મીડિયા કર્મીઓનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. કોસિન્દ્રા ગામ ખાતે મારુતિ કોટન જિનમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે. સરકાર દ્વારા ખેડૂતોની સુખાકારી માટે પોષણક્ષમ ટેકાનો ભાવ તો જાહેર કર્યો, પરંતુ છોટા ઉદેપુર જિલ્લામાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા ઓછી રકમ ચૂકવવામાં આવી રહ્યા છે. ખેડૂતોને તેમના કપાસની સામે એક કાચા કાગળની પરચી ઉપર વજન લખી ખેડૂતો સાથે છેતરપિંડી આચરાતી હોવાનું પણ સામે આવ્યું છે.

બોડેલીના મારુતિ કોટન જીનના માલિક, કર્મચારી અને અધિકારીઓએ ત્રણ પત્રકારોનો કર્યો ઘેરાવો

ખેડૂતો કડકડતી ઠંડીમાં આખી રાત લાઈનમાં ઉભા રહે છે

મહામહેનતે પોતાના પરસેવાથી પકવેલા પાકને વેચવા માટે ખેડૂતોને મહામુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો કડકડતી ઠંડીમાં આખી રાત લાઈનમાં ઉભા રહે છે. ખેડૂતો સાથે અન્યાય અને ખેડૂતોની પડતી હાલાકી બાબતે સીસીઆઈના અધિકારીને પૂછવા જતા કેન્દ્ર પર અધિકારીઓ હાજર જ નહોતા. જ્યારે હાજરકર્મીએ ઉદ્ધતા પૂર્વક જવાબ આપ્યો હતો અને હાજર સીસીઆઈના કર્મીઓ, જિન સંચાલકો તેમજ તેમના મળતીયાઓએ ત્રણ ખાનગી ચેનલના પ્રતિનિધિઓનો ઘેરાવો કર્યો હતો અને ત્રણેયને બંદી બનાવી 30 મિનિટ સુધી ગોંધી રાખ્યા હતા અને કેમેરા અને મોબાઈલ ઝૂંટવી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

બોડેલીના મારુતિ કોટન જીનના માલિક, કર્મચારી અને અધિકારીઓએ ત્રણ પત્રકારોનો કર્યો ઘેરાવો

પાકા બિલ આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ

ખેડૂતોને ટોલ કર્યા પછી પણ કાચી પાવતી આપવામાં આવે છે, એમાં જે ઘટ કાપીને આપે છે, એના કરતા સારૂ એ છે કે પાકા બિલમાં લખી આપે, જેથી ઉપર સુધી ખબર પડે કે આટલા ભાવ ફેરફાર કરીને ખેડૂતોને આપવામાં આવે છે. એક જ જીનમાં માલનો બધો ભરાવો થતા ખેડૂતોને રાતના ઉજાગરા કરવા પડે છે, ખેડૂતો રાત્રે 8 વાગ્યાથી આવીને બેઠા હોય છે અને રાત્રે બધી દુકાનો બંધ હોઈ છે, એટલે ખેડૂતોને ખાવા માટે પણ તકલીફ પડે છે, ખેડૂતોના વાહનો રોડ પર હોવાથી બે દિવસ પહેલા પણ ટ્રાફિક ફૂલ થયો હતો અને અકસ્માતનો ભય વધી જાય છે.

બોડેલીના મારુતિ કોટન જીનના માલિક, કર્મચારી અને અધિકારીઓએ ત્રણ પત્રકારોનો કર્યો ઘેરાવો

લાંબી લાઈનના કારણે ખેડૂતોને ઉજાગરા કરવાનો વારો

ખેડૂતોએ જણાવ્યું કે, રાત્રીના 10 વાગ્યે અહીંયા ટ્રેકટર મૂક્યું તો પણ અમારો નંબર આવ્યો નથી. રાત્રીના ઉજાગરા અને એના માટે કરવો પડતો ખર્ચ આ બન્ને ખેડૂતોને વધારાનો ભાર છે. એટલે જો નજીકમાં બીજું સેન્ટર ખોલવામાં આવે તો ખેડૂતોની તકલીફ છે તે પણ ઓછી થાય. જે દિવસે કપાસ વેચવા આવ્યા હોય તે આખો દિવસ કપાસ વેચવાના ટાઈમમાં જ જતો રહે છે, પછી ખેડૂત આખો દિવસ કઈ કરી શકતો જ નથી. તો આ બીજું સેન્ટર થાય તો ઝડપથી આ પ્રક્રિયા થઈ જાય તો ખેડૂત બીજું કામ પણ કરી શકે છે. આ નાનું ગામ હોવાથી રાત્રે 6 વાગ્યા પછી અહીંયા કોઇ ખાવાપીવાની વસ્તુ પણ મળતી નથી.

બોડેલીના મારુતિ કોટન જીનના માલિક, કર્મચારી અને અધિકારીઓએ ત્રણ પત્રકારોનો કર્યો ઘેરાવો
Last Updated : Dec 23, 2020, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details