આદિવાસી બાહુલ છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં આવેલા કનલવા ગામમાં ગોહટીબેન રાઠવા નામની વૃદ્ધા પગમાં ચાંદીના કડા પહેરતી હતી. 80 વર્ષીય આ વૃદ્ધાનું 6 માસ અગાઉ હત્યા કરી નાખવામાં આવી હતી. વૃદ્ધા પર હુમલો કરી તેનું મોત નીપજાવી નજીકના ખેતરમાં લઈ જઈ તેના પગ કાપી કડા કાઢી આરોપી ફરાર થઈ ગયા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં કરાયેલ વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો - CUD
છોટાઉદેપુરઃ 6 માસ અગાઉ જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામે એક વૃદ્ધાની હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં ગામના જ વ્યક્તિ દ્વારા લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે.
hd
આ ઘટના બાદ જિલ્લા LCBની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ બોલાવાયો હતો. પરંતુ ઘટનામાં કોઈ પણ જાતના સબૂત ન હોવાથી પોલીસને આ ગુનો ઉકેલવો મુશ્કેલ બની રહ્યો હતો. ગામના જ ઈશ્વર રાઠવા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે અને કડા પણ રીકવર કર્યા છે.
પોલીસ દ્વારા આરોપીને હત્યા કરવાનું કારણ પૂછતા તેણે પોતાની બિમાર પત્નીનાં ઈલાજ માટે પૈસા ન હોવાથી ઘટનાને અંજા આપ્યો હોવાનું રટણ કર્યું છે. પોલીસે આ મુદ્દે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.