હત્યારા પતિના ઘરના આંગણામાં મહિલાનો કરાયા અંતિમ સંસ્કાર છોટા ઉદેપુર:છોટા ઉદેપુરના પિપલેજ ગામના જંગલની સીમમાં પરણિત મહિલાનો દયનીય હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પરણિત મહિલાના પરિવારજનોએ પોલીસ કોન્સ્ટેબલ પતિએ તેના પ્રેમિકા સાથે મળીને હત્યા કરી હોવાની ફરિયાદ મહિલાના પરિજનોએ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાના પરિજનોએ મહિલાનો અંતિમ સંસ્કાર તેના પતિના ઘરના આંગણામાં કર્યો હતો.
છોટા ઉદેપુરના પિપલેજ ગામના જંગલની સીમમાં પરણિત મહિલાનો દયનીય હાલતમાં મૃતદેહ મળી આવ્યો છોટા ઉદેપુર નગર પાસે આવેલ ગોંદરિયા ગામના જંગલમાં 5 ડિસેમ્બર 2023ના રોજ કેળીબેન વરસનભાઇ રાઠવાનો મૃતદેહ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ લોહી લુહાણ અવસ્થામાં મળી આવ્યો હતો. મહિલાના શરીર પર તીક્ષ્ણ હથિયારના 20થી 25 જેટલા ઘાના નિશાન પણ જોવા મળતા પરિવારના લોકોએ છોટા ઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મૃતક મહિલાના પિયર પક્ષના લોકોએ ફરિયાદમાં મહિલાના પતિએ જ તેની હત્યા કરી હોય તેમ નોંધાવી હતી.
પોલીસ કોન્સ્ટેબલનો અન્ય યુવતી સાથે સંબંધ: ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાના પતિ છોટા ઉદેપુરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જેમને અન્ય યુવતી સાથે છેલ્લાં એક વર્ષથી પ્રેમ સંબંધ હોય છે. આ વાત મહિલાને ન ગમતાં બન્ને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થતાં હતા. ત્યારે આ સંબંધમાં મૃતક મહિલા આડખીલીરૂપ બનતાં કોન્સ્ટેબલ પતિએ શરીરે ઘા મારી હત્યા કરી હોવાની પ્રાથમિક તપાસ સામે આવી છે. જે મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાના પરિવારજનોની જીદ હતી કે મૃતક મહિલાનો અંતિમ સંસ્કાર તેના પતિના ઘરના આંગણામાં થાય. આજે મોટી સંખ્યામાં પરિવારના અને મૃતક મહિલાના ગામના લોકો ભેગા થઈને મહિલાનો અંતિમ સંસ્કાર તેના પતિના ઘરના આંગણામાં કર્યો હતો.
- છોટા ઉદેપુરમાં પોલીસ કોન્સ્ટેબલ પતિએ પ્રેમિકા સાથે મળી પત્નીની હત્યા કરી
- જંબુસરમાં બે બહેનોનું અપહરણ કરીને બળાત્કાર, બે આરોપીની ધરપકડ, બે ફરાર