- લાકડાનો બ્રિજ બનાવી પાઇપ લાઈન કરતા સૂકી ભટ કેનાલમાં પાણી આવ્યું
- તંત્રએ ધ્યાન ન આપતા ખેડૂતો આત્મનિર્ભર બની પાણી પોતાના ખેતર સુધી પહોંચાડ્યું
- ખેડૂતો આત્મનિર્ભર બની પોતાનો પાક બચાવ્યો
છોટાઉદેપુરઃ બોડેલી તાલુકાના ભોજપુર, ગોવિંદપુરા પાસે વર્ષો પહેલા નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે માઇનોર કેનલો બનાવવમાં આવી હતી, પરંતુ આ કેનાલમાં ગાબડા તેમજ તિરાડો પડતા ખેડૂતોએ વારંવાર તંત્રમાં રજૂઆત કરી તેમ છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા ખેડૂતોએ જાત મહેનત કરી સ્વખર્ચે વેડફાઈ જતું પાણી બે કૂવા વચ્ચેથી પાઇપલાઈન પસાર કરી સામે કિનારે આવેલા ખેતરોનો પાક બચાવ્યો છે.
બોડેલી તાલુકાના ભોજપુર, ગોવિંદપુરા સહિત આસપાસના વિસ્તારોમાં નર્મદા નિગમ દ્રારા વર્ષો પહેલા માઇનોર કેનલો બનાવી ખેડૂતના ખેતર સુધી સિંચાઇનું પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ નર્મદા નિગમના અધિકારી દ્વારા માઇનોર કેનલોમાં પડેલા ભંગણોની મરામત ન કરતા હવે ખેડૂતના ખેતર સુધી પાણી ન પહોંચતા ખેતરોમાં વહી જતું હતું. જેથી ખેડૂતોને સિંચાઇનો લાભ મળતો ન હતો. માલ સુકાતા આખા વર્ષ દરમિયાન જે નુકસાની વેઠી તે ફરીથી વેઠવાનો વારો આવશે તે બાબતની ખેડૂતોને ચિંતા હતી. તંત્ર દ્રારા પાણી તો છોડવામાં આવી રહ્યું છે પણ એ જ પાણી ખેતરોમાં વહી જતું હતું. વર્ષો જૂની કેનલોમાં ઠેર-ઠેર ગાબડાં પડી તિરાડો પડી ગઈ હતી. જેની તંત્રમાં વારંવાર રજૂઆતો કરી છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નહીં.
લાકડાનો બ્રિજ બનાવી પાઇપ લાઈન પસાર કરી ખેડૂતોએ પાક સુધી પાણી પહોંચાડ્યું